મોબાઇલ ચાર્જ કરવામાં ધડાકા સાથે ફાટી પાવર બેંક,યુવકનું મોત

પ્રતિકાત્મક
ભોપાલ, મધ્યપ્રદેશના ઉમરિયા જીલ્લામાં મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે પાવર બેંક જેવું ડિવાઇસ ફાટતાં ૨૮ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. પોલીસ સબ ડીવીઝનલ ઓફિસર (એસ.ડી.ઓ.પી.) ભારતી જાટે જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે છાપોડ ગામમાં બની હતી. A 28-year-old man died in Umaria district of Madhya Pradesh after a power bank-like device he found on a road exploded when he connected his mobile phone to it for charging.
જાટે ગામના લોકોના હવાલાથી જણાવ્યું છે કે, ‘માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના ખેતરમાં જતી વખતે રામ સાહિલ પાલને રસ્તા પર એક પાવર બેંક જેવું ઉપકરણ મળી આવ્યું હતું. ઘરે પાછા ફર્યા પછી, જ્યારે પાલે તેના પાડોશીના ઘરે મોબાઇલ ફોન ચાર્જ કરવા માટે ડિવાઇસને કનેક્ટ કર્યું, ત્યારે તે ફૂટ્યું.