ચિલોડામાં આવેલી સ્કૂલની ૩૦ વર્ષીય પ્રિન્સિપાલ રહસ્ય રીતે ગુમ
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરના ચીલોડા ખાતે આવેલ ઓમ લેન્ડ સ્કૂલનાં પ્રિન્સિપાલ એક સપ્તાહ અગાઉ ઘરેથી ડભોડા હનુમાનજી મંદિરે દર્શન કરવાનું કહીને નીકળ્યા પછી આજદિન સુધી પરત ફર્યા નથી.
૩૦ વર્ષીય પ્રિન્સિપાલ અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ જવાથી છ અને સાડા ત્રણ વર્ષના બન્ને દિકરા માં વિના વલોપાત કરી રહ્યા છે. તો એક સપ્તાહથી પત્નીનો કયાંય પત્તો નહીં લાગતાં આખરે હારી થાકીને પતિએ ચીલોડા પોલીસ મથકમાં જાણવા જાેગ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે
ગાંધીનગરના ચીલોડાની ઓમ લેન્ડ માર્ક સ્કૂલની પ્રિન્સિપાલ રહસ્ય રીતે એક સપ્તાહથી અચાનક ગુમ થતાં અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. ડુંગરપુરનાં ગામડા ગામના વતની રિશીરાજસિંહ ચૌહાણ હાલમાં ગાંધીનગરના પાલજ ગામ બાલાજી ઓએસીસ ફ્લેટ નંબર ૧૦૧ માં રહે છે.
જેમના પરિવારમાં ૩૦ વર્ષીય પત્ની અર્પિતા અને બે નાના દીકરા છે. જેમાં એક દીકરો છ વર્ષ અને બીજાે દીકરી આશરે સાડા ત્રણ વર્ષનો છે. જ્યારે રિશીરાજસિંહ ગુજરાત ટુરીઝમમાં ગાઈડ તરીકે નોકરી કરે છે. જેમનું કામ વિદેશીથી આવતાં ટુરિસ્ટને ગાઈડ કરવાનું છે.
જ્યારે તેમની પત્ની અર્પિતા ચીલોડાની ઓમ લેન્ડ માર્ક સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતાં હતાં. ગત તારીખ ૩૧ મી ડિસેમ્બરની સવારના સમયે અર્પિતાબેન ઘરેથી ડભોડા હનુમાનજી મંદિરે દર્શન કરવાનું કહીને નીકળ્યા હતા. જેઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પતિ રિશીરાજસિંહે શોધખોળ શરૂ કરી હતી.
પરંતુ મોડી રાત સુધી પણ અર્પીતાબેન ઘરે પરત ફર્યા ન હતા. જેનાં પગલે નજીકના પરિચિત તેમજ સ્કૂલ પ્રકાશનને પણ અર્પિતાબેન વિશે પૂછતાંછ કરવામાં આવી હતી. પરંતુ રહસ્યમય ગુમ થયેલા અર્પિતાબેનનો છેલ્લા એક સપ્તાહથી ક્યાંય પત્તો લાગ્યો નથી.
જેનાં કારણે બંને બાળકો પણ માં વિના વલોપાત કરી રહ્યા છે. આખરે રિશીરાજે પત્ની ગુમ થયાની જાણવા જાેગ અરજી આપતા ચીલોડા પોલીસ દ્વારા આસપાસના વિસ્તારો, ઓમ લેન્ડ માર્ક સ્કૂલ સહિતના સ્થળોએ અર્પિતાબેનની શોધખોળ કરવામાં આવી રહી છે.