મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની ૩૫ ફૂટ ઊંચી પ્રતિમા પડી
સિંધુદુર્ગ, મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના એક કિલ્લામાં સોમવારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું અનાવરણ કર્યું હતું. હાલમાં, પ્રતિમા તૂટી પડવાનું સાચું કારણ શું છે તેની પુષ્ટિ થઈ નથી, અધિકારીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ વિરોધ પક્ષોએ આ અંગે રાજ્ય સરકારની ટીકા કરી છે અને આક્ષેપ કર્યાે છે કે તેણે કામની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપ્યું છે.
પીટીઆઈ અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની ૩૫ ફૂટ ઊંચી પ્રતિમા માલવણના રાજકોટ કિલ્લામાં બપોરે ૧ વાગ્યે પડી. તેમણે કહ્યું કે, તજજ્ઞો પતનનું ચોક્કસ કારણ શોધી કાઢશે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લામાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હોવાથી આ પણ કારણ હોઈ શકે છે.
પોલીસ અને જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને નુકસાનની તપાસ કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ ગયા વર્ષે ૪ ડિસેમ્બરે નેવી ડેના અવસર પર પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.ઘટના બાદ એનસીપી (એસપી)ના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મંત્રી જયંત પાટીલે કહ્યું, “રાજ્ય સરકાર આ પતન માટે જવાબદાર છે કારણ કે તેણે યોગ્ય કાળજી લીધી ન હતી.
સરકારે કામની ગુણવત્તા પર બહુ ઓછું ધ્યાન આપ્યું હતું. તે માત્ર એક કાર્યક્રમ “જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિમાના અનાવરણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, આ મહારાષ્ટ્ર સરકાર ફક્ત નવા ટેન્ડર બહાર પાડે છે, કમિશન સ્વીકારે છે અને તે મુજબ કોન્ટ્રાક્ટ આપે છે.”શિવસેના ધારાસભ્ય વૈભવ નાઈકે પણ કામની કથિત નબળી ગુણવત્તા માટે રાજ્ય સરકારની ટીકા કરી હતી.
તેમણે કહ્યું, “રાજ્ય સરકાર જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરી શકે છે. પ્રતિમાના નિર્માણ અને સ્થાપન માટે જવાબદાર લોકોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.”મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું, “મારી પાસે આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી નથી.
જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ઁઉડ્ઢ મંત્રી રવિન્દ્ર ચવ્હાણ, જેઓ સિંધુદુર્ગ જિલ્લાના પાલક મંત્રી પણ છે, તેમણે કહ્યું છે કે આ બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અમે તે જ જગ્યાએ નવી પ્રતિમા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેનું અનાવરણ વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું છે, આ બાબતને ઝડપથી અને અસરકારક રીતે બનાવવા માટેના તમામ જરૂરી પગલાં લેવાશે.SS1MS