Western Times News

Gujarati News

રાયપુર ચકલા પાસે ૪૦૦ વર્ષ જુની બાઈ જીતબાઈની મસ્જીદ મળી આવી

અમદાવાદ: શહેરના રાયપુર ચકલા પાસે કોર્પોરેશનની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરતા સમયે જમીનમાંથી ૪૦૦ વર્ષ જુની મસ્જીદ મળી હતી.( more then 400 years old Bai Jeetbai mosque was found near Raipur Chakla in ahmedabad gujarat during removing encrochment by ahmedabad municipal corporation amc) આ મસ્જીદ વર્ષોથી ગેરકાયદે બંધાયેલી દુકાનો પાછળ છુપાઈ ગઈ હતી. યુનેસ્કો દ્વારા હેરીટેજ સીટીનો તાજ મેળવાયેલા અમદાવાદ શહેરમાંથી ૧૬મી નવેમ્બર સલતન કાળ દરમ્યાન બાઈ જીતભાઈની મસ્જીદ મળી આવી. અમદાવાદમાં બહુસાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતીક ધરાવતી આ મસ્જીદ હિન્દુ રાણીએ બંધાવી હતી. કોર્પોરેશનને સારી રીતે સંગ્રહીત થયેલી મસ્જીદત મળી હતી.

મસ્જીદના બે મિનારા નુકશાનગ્રસ્ત થઈ ચુકયા છે. દાયકાઓ પહેલા જ પ્રોટેકશન માટે મસ્જીદની ફરતે ઈંટોની દિવાલ બનાવી હતી. મસ્જીદનો હોલ અને ટાંકી હજી અકબંધ છે. મસ્જીદના ખુલ્લા પ્લોટમાં દબાણ કરીને ગેરકાયદે બાંધકામ બાંધ્યું હતું.

ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરતા પહેલા કોર્પોરેશન દ્વારા અમદાવાદનું સુન્ની વાકફ બોર્ડને જાણ કરી હતી. અમદાવાદ સુન્ની મુસ્લીમ વકફ બોર્ડના પ્રેસીડેન્ટ રીઝવાન કાદરીએ (Ahmedabad Sunni Muslim Wak board president Rizwan Kadri)  જણાવ્યું હતું કે, બાઈ જીતબાઈની મસ્જીદ અને તેની પાસેનો ખુલ્લો પ્લોટ વકફ બોર્ડની માલીકીનો છે. વકેફ બોર્ડને મસ્જીદની ફરતે દિવાલ બનાવી તેનું પ્રોટેકશન કરી રહયું છે.

મીડીયા સાથે મસ્જીદ વિશે વાત કરતા સ્થાનીકો પ્રો. મોહીનુદીન બોમ્બેવાલાએ જણાવ્યું કે, મારા ૮૮ વર્ષના જીવનમાં મે કયારેય મસ્જીદમાં નમાજ પઢતા મે કોઈને જાયા નથી. કેટલાક પૂર્વજા તેને બાઈ જીતબાઈની દરગાહ હોવાનું જણાવતા હતા. તેઓ રૂપમતી, રાણી સીપ્રિ અને બાઈ હરીર સાથે અમદાવાદમાં મસ્જીદ બંધાવનારા પાંચમાં રાણી હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.