Western Times News

Gujarati News

મોબાઈલ ફોન ફાટતા ૫ વર્ષની છોકરીએ આંગળીઓ ગુમાવી

ડીસા, બાળકોને મોબાઈલ ફોન આપનારા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. ૫ વર્ષની બાળકી કે જે મોબાઈલ ફોન લઈને રમતી હતી હતી અને અચાનક ફોનમાં ધડાકો થવાથી બાળકીને ગંભીર ઈજાઓ થઈ છે અને આ અકસ્માતમાં તેણે કેટલીક આંગળીઓ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજસ્થાનના પરિવારમાં બનેલી આ ઘટનામાં બાળકીને સારવાર માટે બનાસકાંઠાના ડીસા લાવવામાં આવી છે. રાજસ્થાનના બાડમેરમાં ૫ વર્ષની બાળકી જ્યારે મોબાઈલ ફોન લઈને રમી રહી હતી ત્યારે અચાનક તેનો ધડાકો થયો હતો.

આ ધડાકો એટલો ભયંકર હતો કે બાળકીની આંગળીઓ અને અંગૂઠો ગુમાવ્યા છે અને તેના મોઢા પર પણ ઈજાઓ થઈ છે. બાળકી સામે બનેલી ઘટના બાદ તેણે બૂમાબૂમ કરતા ઘરના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે ગુજરાત લાવવામાં આવી છે.

માસૂમ જ્યારે મોબાઈલ ફોન રમતી હતી ત્યારે અચાનક ફોનમાં ધડાકો થયો અને તેના હાથને ગંભીર નુકસાન થયું હતું. મોબાઈલ ફોનમાં થયેલા ધડાકામાં છોકરીએ બે હાથના અંગૂઠા અને આંગળીઓ ગુમાવી દીધા છે. મોબાઈલ બ્લાસ્ટ થતા માસૂમે ડાબા હાથનો અંગૂઠો અને આંગળીઓ ગુમાવી છે.

જ્યારે જમણા હાથનો પણ અંગૂઠો ગુમાવ્યો છે. સામાન્ય રીતે માતા-પિતા કામમાં હોય કે પછી બાળક જીદ કરે ત્યારે તેમને મોબાઈલ ફોન આપી દેવામાં આવતો હોય છે, આવા કિસ્સામાં ફોન વધારે ગરમ થવાથી તેની બેટરી પર અસર થાય છે અને અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.

ડીસામાં સારવાર માટે આવેલી બાળકીના કિસ્સામાં પણ આમ જ થયું છે. બાળકી ફોન લઈને રમી રહી હતી અને તેમાં અચાનક ધડાકો થવાથી ગંભીર ઘટના સર્જાઈ છે.

ઘરમાં વડીલ વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હોય ત્યારે બાળકો પણ તેના તરફ આકર્ષાતા હોય છે, આવામાં વાલીઓએ બાળકોની સામે મોબાઈલ ફોનનો ઉપયોગ સમિત કરવો જાેઈએ જેથી કરીને બાળકો તેના માટે વધારે જીદ ના કરે. આ સાથે બાળકોને વડીલોની હાજરીમાં દિવસના અમૂક નિશ્ચિત સમય માટે જ ફોન આપવો જાેઈએ.

બાળકોને મોબાઈલની લત ના પડે તે માટે તેમને બીજી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રાખવાની પણ બાળકોના ડૉક્ટર્સ દ્વારા સલાહ આપવામાં આવે છે. રમત-ગમત, સ્વિમિંગ, પેઈન્ટિંગ જેવી પ્રવૃત્તિઓમાં બાળકોને પ્રવૃત્ત રાખવાથી મોબાઈલનો વધારે પડતો ઉપયોગ ટાળી શકાય છે.

બાળકોના ડૉક્ટર એવી પણ સલાહ આપતા હોય છે કે બાળકને કોઈ કામની લાલચ આપવા માટે કે શાંતિથી બેસી રહે તે માટે મોબાઈલ ફોન આપવાનું ટાળવું જાેઈએ. નાના બાળકોને ખવડાવવા માટે પણ મોબાઈલ ફોનની લાલચ આપવાનું ડૉક્ટર ટાળવા માટે કહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.