અરવલ્લીમાં સ્વાઈન ફ્લૂથી ૫૮ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું
(એજન્સી)ભિલોડા, ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઇ ગઇ છે. આ સાથે જ રોગચાળો પણ વકરી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત થયાનું બહાર આવ્યું છે.
ભિલોડાના રિંટોડા ગામના ૫૮ વર્ષના વ્યક્તિનું મોત થયું છે. જેઓ રાજસ્થાનથી આવ્યા બાદ સ્વાઇન ફ્લૂમાં સપડાયા હતા તેમની હિંમતનગર સિવિલમાં સારવાર ચાલી રહી હતી. ૧૩ દિવસની સારવાર બાદ મોત નીપજ્યુ છે. તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂ ના કેસમાં વધારો થયો છે.
૩ મહિનામાં ૬૩૦ કેસ સામે આવ્યા જેમાંથી ૧૫ લોકોના મોત થયા છે. ત્યારે આજે વધુ એક મોત થતા કુલ મોત ૧૬ પર આંક પહોચ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂ ના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ૬૩૦ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ ના ૩૨૨ કેસ નોંધાયા છે. ૧૩૫માંથી ૫૯ દર્દીઓ અમદાવાદમાં સારવાર હેઠળ છે.
અમદાવાદ ઉનાળામાં શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના ૬૦ કેસ નોંધાયા છે. છેલ્લા ૧ મહિનામાં સ્વાઇન ફ્લૂના ૨૩૨ કેસ નોંધાયા છે. ગત મહિને સ્વાઇન ફ્લૂના ૧૧૦ કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના જ ૩૮૦ કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂ સાથે પાણીજન્ય કેસમાં પણ વધારો નોંધાયો છે. ઝાડા ઉલટીના ૭૭૫, કમળાના ૧૧૨, ટાઈફોડ ૨૫૯ કેસ નોંધાયા છે.