દીવાલ ધરાશાયી થતાં ૬ વર્ષના બાળકનું મોત
(એજન્સી)સુરત, પાંડેસરામાં લોખંડના ગેટ સાથે દિવાલ પડી જતા ૬ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. બાળક લોખંડના ગેટ સાથે રમી રહ્યો હતો. લોખંડના ગેટ સાથે બાળક પર દીવાર પડી ગઈ હતી. બાળકને બહાર કાઢી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના હજાર તબીબોએ મૂર્તક જાહેર કર્યો હતો.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ બમરોલી ખાતે શાંતિવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અજય ગૌરનો ૬ વર્ષનો પુત્ર અર્પિત ગૌર ઘર પાસે રમી રહ્યો હતો. માતા ઘરમાં કામ કરી રહી હતી. દરમિયાન અર્પિત લોખંડના ગેટ સાથે રમી રહ્યો હતો.
રમતા રમતા અચાનક લોખંડનો ગેટ દિવાલ સાથે અર્પિત ધસી પડ્યો હતો. ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, ઇજાગ્રસ્ત હાલતમાં અર્પિતને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ બાળક અર્પિતને મૂર્તક જાહેર કર્યો હતો.
મૃત્યું પામનાર બાળકના પિતા ઉધના ખાતે આવેલ રાયકા સર્કલમાં એમ્બ્રોડરી કારખાનામાં કામ કરે છે. તેવો મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના વતની છે. છેલ્લા૧૨ વર્ષથી સુરતમાં ૩ પુત્ર અને પત્ની સાથે રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના વતની છે. તેમનો ૬ વર્ષનો પુત્ર અર્પિત પાંડેસરા ખાતે આવેલ સરકારી શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતો હતો.
લોખંડના ગેટ સાથે દિવાલ પડી જવાથી તેમના પુત્રનું મોત નીપજતા પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે. બીજી બાજુ ઘટનાને લઈ પાંડેસરા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ સ્થળે આવી પહોંચી હતી.
બાળકના મૂર્તદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થ મોકલી આપ્યો હતો. પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધાયો છે. જ્યારે ઘટનામાં કોણી બેદરકારી છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.