યુવતીઓને ઈન્સ્ટાગ્રામ પર ફસાવતો હતો ૬૩ વર્ષનો ખેડૂત
રાજકોટ, જામનગર જિલ્લાના જામજાેધપુરના એક ૬૩ વર્ષીય વ્યક્તિની રવિવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. આરોપી રસિક વડાલિયા પર આરોપ છે કે તેઓ કોલેજ જતી વિદ્યાર્થિનીની વસ્ત્રહીન તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. તેઓ જામજાેધપુરના સિદ્ધસર ગામમાં વ્યવસાયે ખેડૂત છે.
પોતાની તસવીરો વાયરલ થતાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ ૪ ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે રસિક વડાલિયાની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ ફરિયાદી સિવાય કોલેજ જતી અન્ય ૩ યુવતીઓને પણ શિકાર બનાવી છે. ફરિયાદ મળ્યા પછી જ્યારે પોલીસે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું કે યુવતી ઈન્સ્ટાગ્રામ પર કોલેજ સ્ટુડન્ટ સમજીને જેની સાથે વાતો કરતી હતી તે કોઈ વિદ્યાર્થી નહીં પણ ૬૩ વર્ષીય ખેડૂત રસિક વડાલિયા છે.
રસિક વડાલિયાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને પોતાને કોલેજ સ્ટુડન્ટ જણાવ્યા. આટલુ જ નહીં, નામ પણ બદલીને ઋષિ પટેલ કર્યુ હતું. પોલીસે જણાવ્યું કે, રસિક વડાલિયાએ ઓનલાઈન અમુક વેબ સીરિઝ જાેઈ હતી, જેનાથી પ્રભાવિત થઈને આ કૃત્ય કર્યું છે.
તેમણે એક ફેક પ્રોફાઈલ તૈયાર કરી અને કોલેજ જતી યુવતીઓને ફોલો કરવા લાગ્યા. આટલુ જ નહીં, રસિક વડાલિયાએ કોઈ રીતે તે વિદ્યાર્થિનીઓના નામ અને ફોન નંબર સહિતની માહિતી પણ મેળવી હતી. તે આ માહિતીની મદદથી ઓનલાઈન ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હતા અને તેમની સાથે વાતો કરતા હતા.
યુવતીઓ સાથે મિત્રતા પાક્કી થઈ જાય તો તે તેમને પોતાની વસ્ત્રહીન તસવીરો મોકલવાનું પણ કહેતા. આમાંથી અમુક યુવતીઓ તેમની વાતોમાં આવી ગઈ અને પોતાની તસવીરો પણ મોકલી આપી. જ્યારે રસિક વડાલિયા પાસે ફરિયાદી યુવતીની તસવીર આવી તો તેમણે ધમકી આપવાની શરુઆત કરી.
આરોપી ધમકી આપતો હતો કે જાે તેમની સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો તસવીરોને વાયરલ કરી દેવામાં આવશે. જામનગર સાઈબરક્રાઈમ પોલીસ ઈન્સપેક્ટર જણાવે છે કે, પાછલા બે વર્ષથી આરોપી આ કામ કરી રહ્યો હતો. એક પીડિતાએ ફરિયાદ નોંધાવી તેના કારણે ગુનાનો પર્દાફાશ થઈ શક્યો છે. આરોપીના ઈન્ટાગ્રામ આઈડી અને આઈપી એડ્રેસની મદદથી અમે તેને ટ્રેસ કર્યો અને ધરપકડ કરી.
આરોપીના મોબાઈલ ફોનમાંથી ૩ અન્ય યુવતીઓની પણ તસવીરો મળી આવી હતી. તે માત્ર કોલેજ જતી યુવતીઓને જ ટાર્ગેટ કરતો હતો. માત્ર ૧૦ પાસ વૃદ્ધ રસિક વડાલિયાની IT એક્ટ તેમજ IPની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર, આરોપી પત્ની સાથે સિદ્ધસર ગામમાં રહે છે. તેમનો દીકરો અમદાવાદની એક આઈટી કંપનીમાં નોકરી કરે છે.SS1MS