વડોદરામાં ૬૮ વર્ષિય કોરોના પોઝિટીવ દર્દીનું મોત નિપજયું
વડોદરા, વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર લેતા ૬૮ વર્ષિય કોરોના પોઝિટીવ દર્દીનું મોત નિપજ્યુ છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષિય વૃદ્ધ કોમોર્બીડ હતા. તેઓ ટી.બી. અસ્થમાં અને હાઈપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા.
છેલ્લા ૮ મહિનાથી તેમની ટીબીની સારવાર ચાલી રહી હતી. તેમને SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી હતી. તેમના મોતનું સ્પષ્ટ કારણ જાણવા માટે ડેથ ઓડિટ કમિટીને તબીબોએ રિપોર્ટ સબમિટ કર્યો છે. શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ દર્દીની સંખ્યા ૩૫ છે.
રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ છે. ૨૦ માર્ચે ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. જેમાં ૨૦ માર્ચના રોજ નવા ૧૧૮ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ ૮૧૦એ પહોંચ્યા છે. અમદાવાદમાં ૫૨, રાજકોટમાં ૧૨, સુરતમાં ૧૨, વડોદરામાં ૭, સાબરકાંઠામાં ૫, વડોદરા ગ્રામ્યમાં ૫, મહેસાણામાં ૦૩, રાજકોટ જિલ્લામાં ૩ કેસ નોંધાયા છે.
જ્યારે અમદાવાદ જિલ્લામાં ૦૨ કેસ તથા આણંદમાં ૦૨ , ભાવનગર કોર્પોરેશનમાં ૦૨, મહિસાગરમાં ૦૨, નવસારીમાં ૦૨, અમરેલી ૦૧, અરવલ્લીમાં ૦૧, ભરૂચમાં ૦૧, ભાવનગરમાં ૦૧, કચ્છમાં ૦૧, મોરબીમાં ૦૧, પોરબંદર ૦૧, સુરેન્દ્રનગરમાં ૦૧, વલસાડમાં ૦૧ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ ૯૯.૦૭ ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે ૪૮ દર્દી સાજા થયા છે.SS1MS