Western Times News

Gujarati News

આંખના જ્ઞાનતંતુની દુર્લભ બીમારી થતાં ૬૮ વર્ષીય વૃદ્ધે દ્રષ્ટિ ગુમાવી

અમદાવાદ, આંખના જ્ઞાનતંતુમાં શ્વાનોમાના કારણે ૬૮ વર્ષીય વૃદ્ધે દ્રષ્ટિ ગુમાવી હતી. જાેકે, તબીબોએ શ્વાનોમાનું નિદાન કરીને નાક વાટે એન્ડોસ્કોપિક ઓપરેશન થકી ટ્યૂમર કાઢી નાખતાં વૃદ્ધની દ્રષ્ટિ પાછી આવી છે.

અપોલો હોસ્પિટલના ENT (આંખ, નાક અને ગળા) અને માથા-ગરદનના સર્જન ડૉ. રાજેશ વિશ્વકર્માના જણાવ્યા અનુસાર, દર્દી ડાબી આંખમાં દેખાતું બંધ થઈ ગયું હોવાની ફરિયાદ લઈને આવ્યા હતા. ન્યૂરો-ઓપ્થલ્મોજી ટેસ્ટમાં માલૂમ પડ્યું કે, આંખમાં પ્રકાશ પારખવાની શક્તિ રહી નથી. આંખની કીકીની તપાસ કરતાં તેમાં કોઈ જ ખામી ના હોવાનું જાણવા મળ્યું. જેથી અમે વધુ તપાસ હાથ ધરી હતી.

ત્યાર પછી અમે દર્દીનું MRI સ્કેન કરવાનો ર્નિણય કર્યો હતો. તેના રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે, દર્દીની ઓપ્ટિક નર્વ એટલે કે આંખના જ્ઞાનતંતુમાં ટ્યૂમર છે.

જ્ઞાનતંતુમાંથી ગાંઠ કાઢવા માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. એન્ડોસ્કોપીથી ગાંઠ દૂર કરવા માટે અમે નાસિકાનો માર્ગ અપનાવ્યો હતો., તેમ ડૉક્ટર રાજેશ વિશ્વકર્માએ જણાવ્યું. ડૉક્ટરે વધુમાં એમ પણ કહ્યું કે, ઓપરેશનના બીજા જ દિવસથી દર્દીની સારી રિકવરી થવા લાગી હતી અને સ્થિતિ સુધરી રહી હોવાના સંકેત મળ્યા હતા. ડૉક્ટર વિશ્વકર્માના કહેવા અનુસાર ઓપ્ટિક શ્વાનોમા અતિદુર્લભ બીમારી પૈકીની એક છે.

ઓપ્ટિક નર્વ શ્વાનોમાનો આ સાતમો કેસ અત્યાર સુધીમાં નોંધાયો છે, તેમ ડૉક્ટર વિશ્વકર્માએ ઉમેર્યું. શ્વાનોમા ચેતાતંત્રમાં થતું દુર્લભ ટ્યૂમર છે. શ્વાનોમા શ્વાન નામની કોશિકાઓમાં થાય છે. શ્વાન કોશિકાઓ ચેતાતંત્રની ચેતાઓને સુરક્ષા અને સપોર્ટ પૂરો પાડે છે. શ્વાનોમા ટ્યૂમરની સારવાર અને તેને મટાડવું શક્ય છે મતલબ કે તે કેન્સર નથી. જાેકે, જવલ્લેજ આમાંથી કેન્સર થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.