6 વાર બાંધકામ સીલ કર્યું હોવા છતાં 7 માળની સ્કીમ ઉભી કરી દેવાઈ હતી
બહેરામપુરામાં બેફામ બાંધકામો પર ફરી વળ્યું કોર્પોરેશનનું બુલડોઝર
(એજન્સી)અમદાવાદ, શહેરનાં મધ્ય ઉત્તર પૂર્વ અને દક્ષીણ તથા દક્ષીણ પશ્ચિમ ઝોનમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે. જેને અટકાવવાની કમીશ્નરની તાકીદ બાદ દક્ષીણ ઝોન એસ્ટેટ ખાતાએ બહેરામપુરા બેરલ માર્કેટ નજીક સાત માળની સ્કીમ ઉપર હથોડો વીઝયો છે.
દક્ષીણ ઝોન એસ્ટેટ ખાતાનાં સતતાવાર સુેત્રોના જણાવ્યા અનુસાર, નવા ડે.કમીશ્નર આવ્યા બાદ તેમણે બહેરામપુરા વોર્ડમાં બેરલ માર્કેટ નજીક સાત માળની ઈમારશત અંગે પૃચ્છા કરતાં અધિકારીઓએ રાબેતા મુજબ નોટીસ અપાઈ હોવાનો અને છ વાર બાંધકામ સીલ કર્યું હોવા છતાં સાત માળની સ્કીમ ઉભી કરી દેવાઈ હોવાની ખુલાસો કર્યો હતો.
અને સાથે સાથે સંવેદનશીલ વિસ્તાર હોવાની અને એક કોગી કોર્પોરેટરોને ગેરકાયદે બાંધકામ કરનારને સાથ સહકાર હોવાની માહિતી પણ ડે.કમીશ્નરને આપી હતી. આ સાંભળી નારાજ થયેલાં ડે.કમીશ્નરને સાત માળની સ્કીમને જ તોડવા પોલીસ બંદોબસ્ત મેળવવામાં મદદ કરી હતી.
અને દાણીલીમડા પોલીસનો બંદોબસ્ત મળી ગયાં બાદ એસ્ટેટ ખાતાએ મજુરોનો કાફલો, જેસીબી સાથે બેરલ માર્કેટ નજીક નબીનગર વિભાગ-૬માં પહોચી જઈ તોડફોડની કામગીરી શરૂ કરી હતી. જાેકે સ્થાનીક સાત માળની ગેરકાયદે સ્કીમમાં બહેરામપુામાં એક કોગ્રેસી કોપોરેટરની છુપી ભાગીદારી છે.
એ તેમને દક્ષીણ ઝોન એસ્ટેટ ખાતામાંથી બાતમી મળી જતાં તેઓ ગેરકાયદે બાંધકામને બચાવવા માટે મંગળવારે જ દોડધામ કરી ચુકયા હતા. પરંતુ તેમની કોઈ કારી ફાવી નથી અને બુધવારે સાત માળની ીસ્કીમ તોડવાની શરૂઆત થઈ ગઈ છે. આ સિવાય દક્ષીણ ઝોન એસ્ટેટ ખાતાએ વટવા કેનાલ રોડ પર ચાર રોહાઉસ અને ઈન્દ્રપુરીમાં બે કોમર્શીયલ એકમો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.