૭૩ વર્ષની માતાના પેટમાં ૩૫ વર્ષનું બાળક હતુ
નવી દિલ્હી, કુદરતનો ખેલ ખરેખર નિરાલો છે. ઘણીવાર તો એવી ઘટનાઓ સામે આવે છે જેને સાંભળીને પણ માણસ ચોંકી જાય. એવામાં માનવું પડે કે, દુનિયામાં ઘણી એવી વસ્તુઓની જરુર છે, જેના પર આપણો વશ નથી. એમનામ પ્રેગ્નેન્સી અને બાળકોનો જન્મ ઈશ્વરની ઈચ્છા સાથે જોડાયેલો જોવા મળે છે.
અમુક મામલા એવું સાબિત કરી દે છે કે, માણસના હાથમાં આજે પણ બધું જ નથી. આવો જ એક કિસ્સો અલ્જીરિયાથી સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, અહીંના ડોક્ટર્સ પાસે એક વિચિત્ર કેસ આવ્યો, જેમાં એક વૃદ્ધ મહિલાને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે તે પોતાની સમસ્યા લઈને હોસ્પિટલ પહોંચી તો તેણે જે નજારો જોયો તે મહિલાની કલ્પના પણ બહારનો હતો.
રિપોર્ટ અનુસાર, આ ઘટના વર્ષ ૨૦૧૬માં બની હતી, જ્યાં એક મહિલા પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી હતી. મહિલાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તેની ઉંમર ૭૩ વર્ષ હોવાનું કહેવાય છે. તેને પેટના નીચેના ભાગમાં દુખાવો થઈ રહ્યો હતો, ત્યારબાદ તે હેલ્થ ક્લિનિક પહોંચી. અહીં અલ્ટ્રાસાઉન્ડથી ખબર પડી કે તેના પેટમાં એક બાળક છે, જેને તેણે ૩૫ વર્ષ પહેલા ગર્ભ ધારણ કર્યો હતો.
થયું એવું કે ૭ મહિના પછી બાળક કુદરતી રીતે ડેવલપ ન થઈ શક્યું પરંતુ તે પેટની અંદર જ રહી ગયું. તે સમયે બાળકનું વજન ૨ કિલો હતું અને તે ધીમે-ધીમે કેલ્સીફાઈડ થઈને પથ્થર બની ગયું હતું. ડૉક્ટરોએ જણાવ્યું કે આ મેડિકલ કન્ડિશનને લિથોપેડિયન કહેવામાં આવે છે, જે ખૂબ જ દુર્લભ છે. વિશ્વભરના તબીબી ઇતિહાસમાં આવી માત્ર ૩૦૦ ઘટનાઓ જોવા મળી છે. ડૉ. કિમ ગાર્સીના જણાવ્યા અનુસાર, બાળક કેલ્સિફાઇડ હોવાથી માતા ચેપથી સુરક્ષિત છે.
નવાઈની વાત તો એ છે કે ગર્ભાશયમાં પથરી બની ગયેલા બાળકના કારણે મહિલાને આ દિવસો દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને ન તો તેને કોઈ ફૂલેલું પેટ દેખાયું હતું.SS1MS