Western Times News

Gujarati News

બાવળાના ઝેકડા ગામે ફૂડ પોઇઝનિંગથી 9 વર્ષની બાળકીનું મોત થયું

આરોગ્ય વિભાગે હાલમાં ભોજનના સેમ્પલ લઈ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી

(પ્રતિનિધિ)બાવળા, બાવળાના ઝેકડા ગામે ફૂડ પોઈઝનિંગથી મોત થયાની ઘટના સામે આવી છે. ઝેકડા ગામની નવ વર્ષની બાળકીનું ફૂડ પોઇઝનિંગથી મોત થયું. જ્યારે ફૂડપોઈઝનિંગના કારણે ૬ જેટલા લોકોની હાલત ગંભીર થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. બાવળા ના ઝેકડા ગામનો બનાવમાં ફૂડપોઈઝનિંગ થયાની ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે.

ઝેકડા ગામમાં ભાત ખાવાથી સાત બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું. આરોગ્ય વિભાગે હાલમાં ખાવાના સેમ્પલ લઈ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.અગાઉ પણ સ્વામિનરાયણ મંદિરેથી નાસ્તો કરીને નીકળેલા મુસાફરોને રસ્તામાં ઉલટીઓ થવા લાગી હતી. તમામ મુસાફરોની તબિયત બગડતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

તેમજ અમદાવાદમાં જાનૈયાઓની બસ પરત જઈ રહી હતી ત્યારે તમામ લોકોની તબિયત રસ્તામાં લથડવા લાગી હતી. હાઈવે પર મોડી રાત્રે જાનૈયાઓની તબિયત બગડતા નજીકની હોસ્પિટલમાં દાખલ થયા હતા. અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ખાદ્ય પદાર્થ જલદી બગડી જાય છે.

આથી આવી સિઝનમાં વાસી ખોરાક અથવા તો લાંબા સમયથી ઢાંકી રાખવામાં ખોરાકના કારણે ફૂડ પોઈઝનિંગ ઘટનાઓ બનતી હોય છે. બાવળાના ઝેકડા ગામમાં પણ બાળકોએ ભાત ખાધા બાદ તબિયત બગડવા લાગી હતી. આ ઘટનામાં એક બાળકીનું મોત થયું છે જ્યારે અન્યોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.