નૉન-વુવન ફેબ્રીકની 60 GSMથી વધુની બેગ સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીકનો યોગ્ય વિકલ્પ
અમદાવાદ, ધ ઈન્ડીનૉન મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ નૉન-વુવન કે જે સ્પનબાઉન્ડ નૉન વુવન ફેબ્રીકના ગુજરાતના મેન્યુફેકચરર્સ છે જણાવે છે કે ૬૦ જીએસએમથી વધુની નૉન વુવન ફેબ્રીક બેગ રિસાયકલ થઈ શકે છે અને તેનો ફરીથી ઉપયોગ થઈ શકતો હોવાથી તે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીક બેગનો યોગ્ય વિકલ્પ છે.
ઈન્ડીનૉનના પ્રેસિડેન્ટ સુરેશ પટેલ જણાવે છે કે “પર્યાવરણને અસર થતી હોવાના કારણે પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે તા.૧ જુલાઈથી ૬૦ જીએસએમથી વધુની સિંગલ યુઝ પ્લાસ્ટીકની કેટલીક બેગ્ઝ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પર્યાવરણ મંત્રાલયે ૬૦ ય્જીસ્થી વધુની નૉન વુવન ફેબ્રીક બેગ વાપરવાની મંજૂરી આપી છે.
આ બેગ ફરીથી ઉપયોગ કરી શકાય અને રિસાયકલ થઈ શકે તેવી છે તથા ઓછામાં ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવતી હોવાથી તે ગ્રાહકો અને વેચાણ કરનાર વર્ગ માટે સિંગલ યુઝડ પ્લાસ્ટીક બેગનો યોગ્ય વિકલ્પ છે.”
નૉન-વુવન ફેબ્રીક શબ્દ એટલા માટે વપરાય છે, કારણ કે વણાટની પરંપરાગત પધ્ધતિના બદલે તેના ફાયબરને ગરમીથી જાેડીને ઉત્પાદન કરવામાં આવે છે. નૉન-વુવન ફેબ્રીક કાપડ જેવું જ પોત ધરાવે છે. દેશમાં નૉન-વુવન ફેબ્રીકના ૩૦૦થી વધુ સ્પન-બાઉન્ડ ફેબ્રીકના ઉત્પાદકો છે.
ગુજરાતમાં ૬૦ જેટલા નૉન-વુવન ફેબ્રીકના ઉત્પાદકો છે. ભારતમાં ૧૦ હજારથી વધુ ઉત્પાદકો નૉન-વુવન બેગનું ઉત્પાદન કરે છે, જયારે ગુજરાતમાં નૉન-વુવન બેગના ૩૦૦૦ ઉત્પાદકો છે. આ સેક્ટર દેશમાં વધુ ૨ લાખથી વધુ કામદારોને તથા ગુજરાતમાં ૪૦ હજારથી વધુ કામદારોને રોજગારી પૂરી પાડે છે.