અલ્લુ અર્જુન અને ‘પુષ્પા ૨’ના નિર્માતાઓ દ્વારા મોટી જાહેરાત
મુંબઈ, પુષ્પા-૨ના નિર્માતા અને ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુને કહ્યું છે કે તેઓ નાસભાગનો ભોગ બનેલા પરિવારને ૨ કરોડ રૂપિયાની સહાય આપશે. અલ્લુ અર્જુને આ સહાયમાં ૧ કરોડ રૂપિયા આપ્યા છે, જ્યારે ફિલ્મ નિર્માતાએ ૫૦ લાખ રૂપિયાની મદદ કરી છે.
આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર હોસ્પિટલમાં દાખલ છે.અલ્લુ અર્જુન અને ‘પુષ્પા ૨’ના નિર્માતાઓએ ૪ ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ફિલ્મના પ્રીમિયર શો દરમિયાન માર્યા ગયેલી મહિલા અને તેના પુત્રના પરિવારને ૨ કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.વાસ્તવમાં અલ્લુ અર્જુનના પિતા અને જાણીતા નિર્માતા અલ્લુ અરવિંદે બુધવારે તેજાને મળ્યા બાદ આ જાહેરાત કરી હતી.
તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતાને મળ્યા બાદ અલ્લુ અરવિંદે મીડિયાને જણાવ્યું કે ચેક તેલંગાણા સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પાેરેશનના અધ્યક્ષ દિલ રાજુને સોંપવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે અલ્લુ અરવિંદે કહ્યું કે છોકરા અને તેના પરિવારની મદદ કરવા માટે ફિલ્મ યુનિટે ૨ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યાે છે.
અલ્લુ અર્જુને આ સહાયમાં ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જ્યારે ફિલ્મના નિર્માતા મિથરી મૂવીઝે ૫૦ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ફિલ્મના નિર્દેશક સુકુમારે પણ પરિવારને ૫૦ લાખ રૂપિયા આપ્યા છે.SS1MS