Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ કોર્ટનો મોટો ઝટકો

વાશિગ્ટન, કોર્ટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં તેમણે બર્થરાઇટ નાગરિકતા સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ યુએસ બંધારણના ૧૪મા સુધારાનું ઉલ્લંઘન કરે છે, અને હવે તે કાનૂની લડાઈનો સામનો કરી રહ્યો છે.

જન્મજાત નાગરિકતા અંગે ટ્રમ્પના નિર્ણય સામે ડેમોક્રેટના નેતૃત્વ હેઠળના ચાર રાજ્યોએ કોર્ટમાં અરજી કરી હતી. કેસની સુનાવણી બાદ, યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન કોફનરે ટ્રમ્પને આ આદેશ લાગુ કરવાથી રોક્યા. એક આદેશમાં, કોર્ટે ટ્રમ્પના આદેશ પર અસ્થાયી રૂપે સ્ટે મૂક્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો આ આદેશ ૨૦ ફેબ્›આરીથી અમલમાં આવવાનો હતો, જ્યારે ‘ગેરકાયદેસર’ અમેરિકન નાગરિકતા ધરાવતા લોકો તેમની નાગરિકતા ગુમાવશે.

ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને પડકારતી ડેમોક્રેટિક નેતૃત્વવાળા રાજ્યો અને નાગરિક અધિકાર જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ફેડરલ ન્યાયાધીશનો આ આદેશ આવ્યો. સોમવારે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન એજન્સીઓને આદેશ આપ્યો હતો કે જે બાળકોની માતા કે પિતા અમેરિકન નાગરિક નથી તેમની નાગરિકતા સ્વીકારવામાં ન આવે.

અમેરિકાના વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોન જેવા ડેમોક્રેટિક શાસિત રાજ્યોએ કહ્યું કે ટ્રમ્પનો આદેશ યુએસ બંધારણના ૧૪મા સુધારાના નાગરિકત્વ કલમમાં સમાવિષ્ટ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અમેરિકામાં જન્મેલી કોઈપણ વ્યક્તિ દેશની નાગરિક હોય તેવી જોગવાઈ છે. “આ મારા મનને ધ્રૂજાવી દે છે. આ સ્પષ્ટપણે એક ગેરબંધારણીય આદેશ છે”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.