રાજકોટના નામાંકિત બિલ્ડિંગમાંથી ઘોડીપાસાનું મોટું જુગારધામ પકડાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/Jugar-1-scaled.jpg)
પ્રતિકાત્મક
રાજકોટ, રાજકોટ શહેરની મધ્યમાં આવેલ શાસ્ત્રી મેદાન સામે આવેલા એવરેસ્ટ બિલ્ડીંગમાં ચાલતી મસમોટી ઘોડીપાસાની જુગાર-કલબ પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે ઓફીસ નંબર ૯૦૬માંથી ઘોડીપાસાનો જુગાર ઝડપી પાડી રપ આરોપીઓની ધરપકડ સાથે કુલ ર.૯૦ લાખનો મુદામાલ કબજે કર્યો છે. આ એવરેસ્ટ બિલ્ડીંગમાં શહેરના નામાંકિત અને પ્રતિષ્ઠીત વકીલ, સીએ, તબીબ સહીતના લોકોની ઓફીસ આવેલ છે. ત્યાંથી જ જુગારધામ પકડાતા ચકચાર મચી હતી.
જે જગ્યાએથી ઘોડીપાસાનો જુગાર ઝડપાયો છે. તે ઓફીસ ગત ફેબ્રુઆરી માસમાં મનપાની વેરા વસુલાત શાખા દ્વારા સીલ કરવામાં આવી હતી. રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હતી
તે દરમ્યાન મળેલી ચોકકસ બાતમીના આધારે શહેરની મધ્યમાં આવેલા લીમડા ચોક નજીક શાસ્ત્રી મેદાન સામે એવરેસ્ટ બિલ્ડીંગમાં નવમા માળે ઓફીસર નંબર ૯૦૬માં મોડી રાત્રે ર.રપ વાગ્યે દરોડા પાડયા હતા. જયાં રપ શખ્સ હેઠળ કુંડાળું કરી રમતા જાવા મળ્યા હતા. જેની ધરપકડ કરી કુલ ર.૯૦ લાખનો મુદામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એવરેસ્ટ બિલ્ડીગમાં ઓફીસ નંબર ૯૦૬ કે જયાંથી ઘોડીપાસાની જુગાર કલબ ઝડપાઈ છે.તે ઓફીસ રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા ગત ફેબ્રુઆરી માસ દરમ્યાન વેરો બાકી હોવાથી સીલ કરવામાં આવી હતી.
વેરો ભરપાઈ કર્યો છે કે, પછી વેરો, ભરપાઈ કર્યા વગર સીલ તોડી દેવામાં આવ્યું છે. તે પણ એક તપાસનો વિષય છે. કારણ કે મંજુરી વગર સીલ તોડવું એ ગેરકાયદે છે. એટલું જ નહી જે જગ્યાએથી જુગારધામ ઝડપાયું છે તે ઓફીસ બહાર કચરા પેટીમાં બે ખાલી વિદેશી દારૂની બોટલ તેમજ ગંજીપાના પડેલા હતા.