Western Times News

Gujarati News

ધારાસભ્ય દ્વારા રેવન્યું અધિકારીઓની મિલીભગતથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું

મુખ્યમંત્રી દ્વારા વડોદરા જીલ્લા કલેક્ટરને તપાસનાં આદેશ અપાયા-જમીનનાં ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો મામલો-સાવલીનાં ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા રેવન્યું અધિકારીઓની મિલીભગતથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે

વડોદરા,  વડોદરાનાં સાવલીમાં વિધવા બહેનનાં દસ્તાવેજાે સાથે ચેડા કરવા મામલે વિધવા બહેનો દ્વારા આ મામલે ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય દ્વારા આ સમગ્ર મામલે મુખ્યમંત્રીની રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા સમગ્ર મામલે તપાસનાં આદેશ આપ્યા છે.

દસ્તાવેજાે સાથે ચેડા કરી જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલે વિધવા બહેનો દ્વારા આ મામલે ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય કેતન ઈનામદારે આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા આ બાબતે વડોદરા જીલ્લા કલેક્ટરને તપાસનાં આદેશ આપ્યા છે. સાવલીનાં ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા રેવન્યું અધિકારીઓની મિલીભગતથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

સમગ્ર જમીન કૌભાંડ મામલે ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા જણાવ્યું હતું કે, મારા મત વિસ્તાર સામંતપુરા (ગોઠડા) ગામમાં આઠ-આઠ વિધવા બહેનની જમીનની અંદર ખોટું પેઢી નામું, ખોટા મરણનાં દાખલા અને ખોટા બનાવટી દસ્તાવેજાે બનાવી ભોગૌલિક ખેડૂત ખાતેદાર બનાવવાનો જે કારસો રચ્યો ચે તે કિસ્સો ખૂબ જ શરમજનક છે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં મહેસુલ વિભાગનાં જ અધિકારીઓ સંડોવાયેલા છે. એમનું જ આ માસ્ટર માઈન્ડ છે.

તેમજ ગઈકાલે જ મે સમગ્ર વિગત મુખ્યમંત્રીને આપી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કલેક્ટરને આ બાબતે સૂચનાં આપીને તેની તપાસ કરી તપાસમાં જે પણ તથ્ય છે. એ નિષ્પક્ષ રીતે બહાર કાઢી અને ગમે તેવો ચરમબંધી અધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને નહી છોડી કડકમાં કડક સજા કરવા માટે સૂચના આપી છે.

વડોદરાનાં સાવલીનાં સામંતપુરા ગામમાં કરોડોની જમીન કૌભાંડ મામલે ખુલાસો થવા પામ્યો છે. ત્યારે બોગસ ખેડૂત ખાતેદારો બની જમીન પચાવી પાડવાની ઘટનાં સામે આવી છે. જેમાં ૮ જેટલી વિધવા મહિલાઓની જમીનોમાં અજાણ્યા ઈસમોનાં નામ દાખલ થયા છે.

ત્યારે મરણનો ખોટો દાખલો અને બોગસ પેઢીનામું બનાવી મિલકતમાં નામ દાખલ કરી દીધું હતું. ભોગ બનનાર વિધવા મહિલા ખેડૂતોએ સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.