ડમ્પર નીચે આવી જતાં બાઇક ચાલકનું કરૂણ મોત
અમદાવાદ, રાજ્યમાં અકસ્માતનો વણથંભ્યો સિલસિલો યથાવત્ છે. મહેસાણાના કડી-દેત્રોજ રોડ પર રેતી ભરેલા ડમ્પરને બાઈક ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. ડમ્પરની નીચે આવી જતા બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. અમદાવાદના દેત્રોજ ગામ પાસે અક્સ્માતની ઘટના બની હતી. અકસ્માત સર્જયા બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ભાગતો સીસીટીવીમાં કેદ થયો હતો.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. મોરબીના પંચાસર રોડ પર ટ્રકની ઠોકરે મહિલાનું મોત નીપજ્યું હતું. જે બનાવ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જોકે મૃતકના પતિએ ટ્રક ચાલકે જાણી જોઇને ટ્રક હેઠળ પરિણીતાને કચડી હોવાની રજૂઆતને પગલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો અને કેટલાક ચોકાવનારા ખુલાસાઓ થવા પામ્યા હતા.
ગત તા. ૩૧ જાન્યુઆરીના રોજ પંચાસર રોડ પર ગીતા ઓઈલમિલ આગળ રાધા ક્રિષ્ના સોસાયટી પાસે ટ્રકના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીના પત્ની પંખુબેનને હડફેટે લેતા ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. જે બનાવ બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.
બનાવને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ટ્રક ચાલક અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ (રહે પંચાસર રોડ) હોવાનું ખુલ્યું હતું. અને મૃતકના પતિ ફરિયાદી રમણીકભાઈ ડાભીએ બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બનાવ મામલે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જે બનાવમાં મોટો વળાંક આવ્યો હતો અને કેટલાક ચોકાવનારા ખુલાસા થવા પામ્યા હતા.
ફરિયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભી અને ટ્રક ચાલક અમૃતલાલ બાજુમાં રહેતા હોય અને ફરિયાદીને આરોપી એક જ દીવાલે મકાન આવેલ હોય જે તે વખતે દીવાલની પારાપેટની ચણતર કામમાં તમારી દીવાલ બાજુ વધારે સિમેન્ટ વાપરેલ છે. જેના કારણે ફરિયાદી અને આરોપીને પાણી ઢોળવા બાબતે માથાકૂટ અને સામાન્ય બોલાચાલી થઇ હતી.
જેથી બે માસ પૂર્વે આરોપી પોતાના ઘરનું મકાન ભાડે આપી અન્ય જગ્યાએ રહેવા જતો રહ્યો હતો. આરોપીના પત્નીને કેન્સરની બીમારી હોય અને દીકરી ચાર વર્ષથી રીસામણે હોય જેથી ઘરમાં આથક સ્થિતિ નબળી હતી. અને આરોપી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોય પોતે જે મકાનમાં રહેતા હતા.
ત્યાં આજુબાજુમાં કોઈ નડતરરૂપ હોય તેવી શંકા પોતાના મનમાં દ્રઢ થતા ફરિયાદીના પત્ની પંખુબેન દરણું દળાવવા માટે જતા હોય ત્યારે ટ્રકની સાઈડમાંથી જતી વેળાએ ટ્રક ચાલુ કરી લીવર આપી એકદમ ફૂલ સ્પીડમાં ફરિયાદીના પત્નીને મારી નાખવાના ઈરાદે ટ્રક ચડાવી મોત નિપજાવ્યાનું ખુલ્યું હતું.SS1MS