ગાય વચ્ચે આવતા બાઇક થયું સ્લીપ, યુવાનનું નીપજ્યું મોત
રાજકોટ, શહેર નજીક લોથડા ગામ પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા લોધીકાના યુવાન સંજય ઉર્ફે ખોડાભાઈ નાગડુકિયા (ઉવ.૨૨)નું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આજી ડેમ પોલીસ દ્વારા સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
યુવાન સંજય તારીખ ૨૦ના રોડ રાતે એટીએમમાં બાઇક પર જતો હતો ત્યારે ગાય વચ્ચે આવી જતા તેની બાઇક સ્લિપ થતા તેનું મોત નીપજ્યુ છે. આ સમાચારને કારણે પરિવાર સહિત આખા વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સંજય કારખાનામાં મોટર બાંધવાનું કામ કરતો હતો.
ત્યારે ૨૦ તારીખના રોજ તેના ખાતામાં પગાર જમા થતા રાત્રિના નવ વાગ્યાના અરસામાં તે ખોખડદળ ખાતે એટીએમમાં રૂપિયા ઉપાડવા જતો હતો. આ દરમિયાન લોથડા અને ખોખડદળ વચ્ચે રસ્તા ઉપર ગાય આડી ઉતરતા તેનું બાઈક સ્લીપ થયું હતું અને જેના કારણે તેને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસને આપેલા નિવેદનમાં મૃતકના પરિજનોએ જણાવ્યું છે કે, સંજય બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. તેમજ બે વર્ષ પૂર્વે જ તેના લગ્ન થયા હતા જ્યારે કે મૃતકના પિતા હકાભાઇ નાગડુકિયા ખેતી કામ કરે છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર ખાતે નેશનલ હાઈવે ૮ બી ઉપર કંપનીના છોટા હાથી ના ચાલક દ્વારા ૫૩ વર્ષીય રણછોડભાઈ સોલંકી નામના વ્યક્તિને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.
જેના કારણે તેમને સારવાર અર્થે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા ૧૫ જૂન ૨૦૨૩ ના રોજ સાંજના ૭ઃ૦૦ વાગ્યાના અરસામા તબીબ દ્વારા તેમને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકના દીકરા કિરણભાઈ સોલંકી (ઉવ.૨૩) દ્વારા શાપર વેરાવળ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૧૩ તારીખના રોજ રાત્રિના ૯ઃ૩૦ વાગ્યાના હર્ષામાં મારા પિતા શા પરથી રાજકોટ જવાના નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ંટ્ઠંટ્ઠ કંપનીના છોટા હાથી ચાલક દ્વારા પૂરપાટ ઝડપે વાહન હંકારી મારા પિતાને અડફેટે લીધા હતા.
જેના કારણે મારા પિતાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટની વોકાહાર્ટ હોસ્પિટલમાં સરવર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ત્યાંથી વધુ સારવાર અર્થે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.SS1MS