ટેબલ પરના ફૂડનો ફોટો પાડતા આવી ગયું ૫૦ લાખનું બિલ
નવી દિલ્હી, લોકો ઘણીવાર સારા ભોજન માટે રેસ્ટોરન્ટ તરફ વળે છે. જાે કે, લોકો બહાર જમવા જતા પહેલા તેમનું બજેટ ચોક્કસપણે તપાસે છે. પરંતુ શું થાય છે જ્યારે તમે રેસ્ટોરન્ટમાં ખાધું હોય અને બિલ તમારા બજેટની બહાર આવી જાય તો, ચીનમાં એક મહિલા સાથે આવું જ કંઈક થયું હતું. જાે કે, આ બિલ તે ફૂડ માટે હતું જે તેણે ઓર્ડર કર્યું જ ન હતું.
મહિલાનું ફૂડ બિલ ૪૩૦,૦૦૦ યુઆન (લગભગ ૫૦ લાખ ૫૨ હજાર રૂપિયા) હતું. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે અહેવાલ મુજબ, વાંગ તરીકે ઓળખાતી આ મહિલાએ ગયા મહિને તેના મિત્ર સાથે હોટપોટ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી અને ઈન્ટરનેટ યુગમાં સામાન્ય છે તેમ તેણે તેના સોશિયલ મીડિયા પર વાનગીઓના ફોટા પોસ્ટ કર્યા હતા.
જાે કે, એક ફોટામાં તેણીએ ટેબલનો ઊઇ કોડ પણ લઈ લીધો હતો જેના પર તેણી અને તેણીનો મિત્ર જમતા હતા. ઉલ્લેખનીય છે કે, ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ થી રેસ્ટોરાંએ ટેબલ પર ઊઇ કોડ ઇન્સ્ટોલ કર્યા છે જે ગ્રાહકોને તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખોરાકનો ઓર્ડર આપે છે.
આ ટેક્નોલોજી વાંગ અને અન્ય લોકોની સગવડ માટે હતી. પરંતુ નેટીઝન્સે સોશિયલ મીડિયા પર આ ઊઇ કોડ જાેતા જ તેઓ તેનો ઉપયોગ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે કરવા લાગ્યા હતા. જાે કે, વાંગે તેના પ્રતિબંધિત વીચેટ મોમેન્ટ્સ પેજ પર ફોટો પોસ્ટ કર્યો હતો, જેને માત્ર ઉીઝ્રરટ્ઠં માં તેના કોન્ટેક્ટ્સ જ જાેઈ શકતા હતા, આ લિસ્ટમાં મોટી સંખ્યામાં એવા લોકો સામેલ હતા જેમણે કોડ સ્કેન કરવાનું શરૂ કર્યું હતું.
ઓર્ડરનો એકસાથે ઢગલો થતા આશ્ચર્યચકિત થઈને ૪૩૦,૦૦૦ યુઆન ઓર્ડરની પુષ્ટિ કરવા વાંગના ડેસ્ક પર દોડી ગયા હતા. વાંગ તરત જ સમજી ગઈ કે શું થઈ રહ્યું છે અને તરત જ તેની પોસ્ટ હટાવી દીધી, પરંતુ ઓર્ડર આવતા જ રહ્યા હતા. બહાર આવ્યું છે કે, કેટલાક વપરાશકર્તાઓએ ફોટો ડાઉનલોડ કર્યો હતો અને ખોરાક પ્રાપ્ત કરવાની આશામાં ઓર્ડર કરવાનું ચાલુ રાખ્યું હતું. વાંગે પાછળથી તેના ટેબલ પરથી આપેલા ઓર્ડરનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો.SS1MS