વીજળીના તાર પર પક્ષીને કરંટ નથી લાગતો, પણ ચામાચિડીયું બેસે તો મરી જાય
નવી દિલ્હી, પક્ષીઓને તમે વીજળીના તાર પર આરામથી બેઠેલા ઘણી વાર જાેયા હશે. પણ તેમને કરંટ નથી લાગતો. તેની પાછળ વિજ્ઞાન શું કહે છે? તો વળી જાે ચામાચિડીયું લાઈટના તાર પર બેસે તો, તેને ઝટકો લાગે છે અને તે મરી જાય છે. તેની પાછળનું વિજ્ઞાન શું કહે છે? શું સાચે જ પક્ષીઓમાં કોઈ જાદુઈ શક્તિ હોય છે, જેના કારણે તે આરામથી ક્યાંય પણ વીજળીના તાર પર લટકી જાય છે.
આવો જાણીએ આખરે કેમ પક્ષીઓને કરંટ નથી લાગતો, જ્યારે ચામાચિડીયાને કરંટ લાગે છે. તમે નાનપણથી જાેતા આવ્યા હશો કે પક્ષી આરામથી વીજળીના તાર પર બેસી રહે છે, પણ તેમને કરંટ લાગતો નથી. તે આરામથી તાર પર મજા કરે છે. તેની પાછળ સામાન્ય વિજ્ઞાન કામ કરે છે. પક્ષી ફક્ત એક જ તાર પર બેઠેલા રહે છે.
જાે તે બંને તાર પર એક સાથે ટચ કરે તો તેનું મોત થઈ જાય. જાે કે, મોટા ભાગે એવું થતું નથી, કારણ કે પક્ષી બંને તારને એકસાથે ટચ નથી કરી શકતા. ચામાચિડીયું પણ વિજળીના તાર પર લટકી રહે છે. આપે ઘણી વાર એવું જાેયું હશે કે, વીજળીના ઝટકાથી ચામાચિડીયું પડીને મરી જાય છે. ત્યારે આવા સમયે આપ પણ વિચારતા હશો કે, બાકીના પક્ષીઓ સાથે આવું કેમ નથી થતું.
આ આખું વિજ્ઞાન પોઝિશનને લઈને રહે છે. આપને જણાવી દઈએ કે, ચામાચિડીયું ને ત્યાં સુધી કરંટ નથી લાગતો, ત્યાં સુધી તે સર્કિટ પુરી ન કરી લે. ચામાચિડીયુંના તાર પર ઉલ્ટા લટકે છે અને તેને બે મોટી પાંખ બીજા તારના સંપર્કમાં આવે છે. જેના કારણે તેને કરંટ લાગી જાય છે. કેમ કે ચામાચિડીયું તાર પર પક્ષીઓની માફક સીધા બેસી શકતા નથી. ત્યારે તે એકસાથે ભૂલથી બે તારને એકસાથે ટચ કરી લે છે, તો તેમને કરંટ લાગે છે અને તેમને મોત થઈ જાય છે.
વીજળીનું સર્કિટ પુરુ ત્યારે માનવામાં આવે છે, જ્યારે બંને વાયરથી કરંટ મળે. ત્યારે આવા સમયે ઈલેક્ટ્રોન આગળ વધતો નથી. જેમ કે ફક્ત એક તારથી બલ્બથી ચાલું થશે, પંખો નથી ચાલતો અથવા ટીવી ઓન નથી થતું, પણ જાે બીજાે તાર જાેડવામાં આવે તો, તરત ચાલુ થઈ જાય છે.SS1MS