દૂધધારા ડેરી ખાતે રક્તદાન શિબિર કેમ્પ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)(પ્રતિનિધિ) ભરૂચ, ૧ મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ભરૂચ જિલ્લા સહિત દરેક તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા.
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ભરૂચ નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન દૂધધારા ડેરી દ્વારા રક્તદાન શિબિર તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દૂધધારા ડેરી અને રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના ઉપક્રમે રક્તદાન શિબિર કેમ્પમાં ૩૪ થી વધુ રક્ત યુનિટ એકત્રિત થયા હતા.
ડેરીના સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દૂધધારા ડેરી દ્વારા તેની જમીનમાં ફળાઉ વૃક્ષો જેવા કે આંબો જમરૂખ ચીકુ સીતાફળ દાડમ જેવા ૨૦૦૦ જેટલા વૃક્ષોનું દૂધધાળા ડેરીના સંચાલક મંડળ તથા કર્મચારી ગણ દ્વારા વૃક્ષારોપણ થયું હતું.
દૂધધારા ડેરીના દરેક કર્મચારીએ એક વૃક્ષ દત્તક લઇ તેની માવજતની જવાબદારી લીધી છે. ગુજરાત સ્થાપના દિન પર્વની ઉજવણી નિમિત્તે દૂધધારા ડેરીના હોદ્દેદારો આગેવાનો અધિકારીઓ તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.