બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ) ભરૂચ, આઝાદીની લડાઈના લડવાયા નેતાજી સુભાષચંદ્ર બોજની ૧૨૬ મી જન્મજયંતિ નિમિત્તે એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટ તથા બી સેવિયર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઓકજેલિયમ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવાનો દ્વારા ૫૪ યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.આઝાદીની ચરવળ દરમ્યાન નેતાજી એ દેશના યુવાનોને એક સૂત્ર આપ્યું હતું “તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા”. આજે ભારત દેશ તો આઝાદ છે પરંતુ હજુ પણ એવા ઘણા બનાવો બને છે જ્યાં સમયસર લોહી ન મળવાના કારણે ઘણા દર્દીના મૃત્યુ થતા હોય છે.
ત્યારે સુભાષચંદ્ર બોજની ૧૨૬ મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટ તેમજ બી સેવિયર ચેરિટેબલ ર્ટ્રસ્ટ દ્વારા એક નવી ઝુંબેશ ઉપાડી બ્લડ ડોનેશન કરી લોહીની કમીના કારણે એક પણ દર્દીનું અકાળે અવસાન ન થાય અને આવી દુઃખદ ઘટનાઓથી પણ દેશને આઝાદી મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
બી સેવિયર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાધે કિશન પટેલ તેમજ એકલવ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી માર્ગેશ પીન્ટુભાઈ રાજ દ્વારા બ્લડ આપનાર તમામ દાતાઓનો,ઓક્ઝેલિયમ સ્કૂલના સ્ટાફ, રેડક્રોસ બ્લડ બેંક તેમજ તેઓના સ્ટાફનો સહિત મીડિયાકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.