ખેડબ્રહ્મા કોલેજમાં રક્તદાન કેમ્પ યોજાયો
(પ્રતિનિધી) ખેડબ્રહ્મા, ડી ડી ઠાકર આર્ટ્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં તારીખ ૨૭- ૧૧- ૨૨ ના રોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો. એનસીસી ડે નિમિત્તે કોલેજના એનસીસી વિભાગ, એનએસએસ વિભાગ, કે.એલ. હોસ્પિટલ લક્ષ્મીપુરા, મા બ્લડ બેન્ક ખેડબ્રહ્મા, તથા ખેડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કે એલ હોસ્પિટલ લક્ષ્મીપુરા તરફથી બેગ, માં બ્લડ બેન્ક તરફથી પાણીની બોટલ, કીર્તિ કુમાર યુ.જાેશી તરફથી પેન, કોલેજ તરફથી ડોક્યુમેન્ટ ફાઈલ બધા કેડેટને ગિફ્ટ આપવામાં આવી હતી. કુલ ૧૧ કેડેટે રક્તદાન કર્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં કેડેટ સ્વયમ સેવકો અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ કેમ્પમાં અધ્યક્ષ સ્થાને થી કેમ્પસ ડાયરેક્ટર શ્રી એન.ડી.પટેલ તથા મુખ્ય મહેમાન શાનેથી કીર્તિકુમાર યુ. જાેસીએ આશીર્વચન પાઠવ્યા હતા . કેમ્પનું આયોજન કાર્યકારી આચાર્યશ્રી નિનામાના માર્ગદર્શનમાં એનએસએસ ના પ્રોગ્રામ ઓફીસર ડીકે કિશોરી તથા એનસીસી વિભાગના લેફ્ટેનન્ટ ડૉ. ડી.બી.સોન્દરવાએ હતું.