હળવદના અજીતગઢમાં આહિર દંપતીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) હળવદ, હળવદ તાલુકાના અજીતગઢ ગામે આહિર દંપતી સ્વ.રાહુલભાઇ પ્રવીણભાઈ રાઠોડ અને સ્વ. મિતલબેન રાહુલભાઇ રાઠોડની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે શ્રી અજીતેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ કેમ્પમા સદગતના મિત્ર વર્તુળ અને સ્નેહીજનો સર્વે એ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી, ૧૦૦ બ્લડની બોટલ સી.યુ.શાહ મેડિકલ કોલેજ બ્લડ બેંકને અર્પણ કરી હતી.
જે બ્લડ થેલેસિમિયાના બાળકો અને લોહીની જરૂરિયાત છે, તેવા દર્દી નારાયણ માટે ઉપયોગમા લેવામા આવશે.આ પ્રકારના સેવાકાર્ય થકી સદગતના આત્માને ખરા અર્થમા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.ત્યારે, અજીતગઢ ગામના ઈતિહાસમા સર્વ પ્રથમ વખત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનુ આયોજન થયેલ દ્ઘી ખૂબ જ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પને સફળ બનાવવા સેવાભાવી યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી