અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં રથયાત્રાના અનુસંધાનમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
અમદાવાદ, દરિયાપુર પોલીસ સ્ટેશનમાં રથયાત્રા દરમિયાન કોમી એક્તાના અનુસંધાનમાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી ઝોન-૪ મેડમ કાનનબેન દેસાઈ, તેમજ પી આઈ દેસાઈ સાહેબ, વાઘેલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં હિન્દુ મુસ્લિમ, શીખ જેવા વિવિધ ધર્મના લોકોએ બ્લડ ડોનેટ કરીને પોતાની ફરજ નિભાવી હતી. આ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા ૧૦૦ બોટલ બ્લડ ડોનેશ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ અમદાવાદ સરખેજના રહેવાસી તેમજ સામાજિક કાર્યકર્તા એવા અબ્દુલ વહાબ ખાન પઠાણ તેમજ દરીયાપુરના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી બ્લડ ડોનેટ કર્યું હતું.
જેમાં દરિયાપુરના સામાજિક આગેવાનો દ્વારા ૪૦ બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું હતું તેમજ રથયાત્રા દરમિયાન કોમી એક્તા અને ભાઈચારાનો ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું.