વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
બાયડ, આજરોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બાયડ વિધાનસભા તાલુકો બાયડ ની અંદર જય અંબે મંદબુદ્ધિ આશ્રમમાં મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓ સાથે જિલ્લા સંગઠનના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ સાથે તેમજ પ્રભારી જયશ્રીબેન બાયડ ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ બાયડ શેર સંગઠન પ્રમુખ ઘનશ્યામભાઈ નગરપાલિકા પ્રમુખ સ્નેહલભાઈ મહિલા મોરચા પ્રમુખ કિસાન મોરચા પ્રમુખ તેમજ સંગઠનના અનેક કાર્યકર્તાઓ સાથે મંદબુદ્ધિ આશ્રમમાં રહેતી બહેનોને ઘી તેલ તેમજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું.
તેમની સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી ત્યારબાદ ગાયત્રી મંદિર ખાતે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રંગોળી બનાવવામાં આવી અને યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને માલપુર તાલુકાના આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું તેમાં માલપુર સંગઠન પ્રમુખ સંજય જેસવાલ તેમજ ચૂંટાયેલા તાલુકા સદસ્યો જિલ્લા સદસ્યો અને સંગઠનના કાર્યકર્તાઓ હાજરી આપી.