સયાજી જનરલ હોસ્પિટલમાં જ્યોતિ લિમિટેડ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
જયોતિ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન સ્વ. ડો. શ્રી નાનુભાઈ અમીનની રપમી પુણ્યતિથિના અવસરે જયોતિ લિ. દ્વારા એક રકતદાન શિબિરનું આયોજન
વડોદરા, જયોતિ લિમિટેડ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન સ્વ. ડો. શ્રી નાનુભાઈ અમીનની રપમી પુણ્યતિથિના અવસરે જયોતિ લિ. દ્વારા એક રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. શ્રી નાનુભાઈ અમીન દ્વારા વર્ષો પહેલા સિટીઝન બ્લડ ડોનેશન સોસાયટી સાથે રહીને સયાજી જનરલ હોસ્પિટલમાં રકતદાનની પ્રવૃતિઓ શરુ કરી હતી.
તેમણે આ પ્રવૃત્તિઓ હોસ્પિટલમાં આવતા ગરીબ લોકો તેમજ અકસ્માતમાં ભોગ બનનાર લોકોને ધ્યાનમાં લઈને શરુ કરી હતી. તેઓએ આ સંસ્થામાં પ્રમુખ તરીકેની પણ ભુમિકા ભજવી હતી તેમજ કંપનીના મેડિકલ ઓફિસરની નિમણુંક આ સંસ્થામાં પૂર્ણ સમય માટે કરી હતી ત્યારબાદ દર વર્ષે સીટીઝન બ્લડ ડોનેશન સોસાયટી અને જયોતિ લિ. દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હતું.
જયોતિ લિ. દ્વારા તેમના કર્મચારીઓને પણ રકતદાન વિષ પ્રેરિત કરવામાં આવતા હતાં. આ શિબિરનું ઉદ્ઘાટન રંજનબેન ભટ્ટ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, વડોદરા અને ડો. વિજયભાઈ શાહ શહેર પ્રમુખ- ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયોતિ લીમીટેડના સી.એમ.ડી. રાહુલ અમીન તેમજ મેનેજિંગ ડાયરેકટર તેજલ અમીન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં આશરે જયોતિ લિમિટેડના કર્મચારીઓ અને નવરચના યુનિવર્સીટિીના વિદ્યાર્થીઓ મળીને ૧૧૦થી વધુ લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું.