એપલનું પસંદગીનું ઉત્પાદન કેન્દ્ર ભારત બનતા ચીનને ફટકો
નવી દિલ્હી, ચીનમાં ભૌગોલિક રાજનૈતિક અને આરોગ્ય પડકારો હવે તેમના માટે જબરજસ્ત બની રહ્યા છે. એપલની સપ્લાયર કંપનીઓ ભારત અને વિયેતનામને તેમના પસંદગીના ઉત્પાદન કેન્દ્રો બનાવી રહી છે. રિસર્ચ અનુસાર, મોટા ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો સ્થાનિક પ્રોત્સાહક નીતિઓનો લાભ લઈને વૈશ્વિક સ્તરે તેમની ક્ષમતામાં વિવિધતા લાવવા માટે ઝડપથી આગળ વધી રહ્યા છે. અહીંની મોટી ઈલેક્ટ્રોનિક કંપનીઓ તે દેશોમાં તેમના કેન્દ્રો બનાવી રહી છે જ્યાં તેમને પ્રોત્સાહન મળી રહ્યું છે.
ફોક્સકોન તેની ઉત્પાદન ક્ષમતાના ૩૦ ટકા બ્રાઝિલ અને અન્ય એશિયન દેશોમાં ખસેડવા માંગે છે. ફોક્સકોન અને તાઈવાની એસેમ્બલર પેગાટ્રોન કોર્પ જેવી કંપનીઓ એસેમ્બલી અને પેકેજિંગ માટે ચીનની બહાર વિસ્તરણ કરી રહી છે. ફોક્સકોન અને પેગાટ્રોનની આગેવાની હેઠળની કંપનીઓ ભારતમાં ફેક્ટરીઓ, ઉત્પાદન લાઇન, અદ્યતન ઉત્પાદન પ્રક્રિયાઓ અને કર્મચારીઓની તાલીમમાં રોકાણ કરી ચૂકી છે.
ચીનની સરખામણીએ વિયેતનામમાં સસ્તી મજૂરી ઉપલબ્ધ છે.ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોન આ વર્ષના બીજા ત્રિમાસમાં ૧૬ ટકા વધીને ૪.૪ કરોડ યુનિટ્સ પર પહોંચી ગયા છે. વિશ્વ બેંકના આંકડા અનુસાર, ૨૦૨૦થી ચીનમાં કામદારોની સંખ્યા સતત ઘટી રહી છે. કેટલાક શિક્ષણ અને તાલીમ સાથે કુશળ કામદારોનો પૂલ ચીનનો આધાર રહ્યો છે.
ભારતની વિશાળ વસ્તી તેને વિદેશી કંપનીઓ માટે આકર્ષક બજાર બનાવે છે.તાઈવાનની કોન્ટ્રાક્ટ ઉત્પાદક ફોક્સકોન ચેન્નાઈ નજીક લગભગ ૨૦ એકર જમીન પર ઝડપથી મેગા હોસ્ટેલ બનાવી રહી છે. તેમાં ઘણા મોટા હોસ્ટેલ બ્લોક હશે. હાલમાં, ફોક્સકોન પાસે શ્રીપેરમ્બદુર ખાતે ઇલેક્ટ્રોનિક્સ કોરિડોરમાં ૧૫,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. જેમાં મોટાભાગની મહિલાઓ છે.