ચાંગોદરમાંથી ડીગ્રી વગરનો બોગસ ડોકટર ઝડપાયો
એલોપેથીક દવાઓ આપીને દર્દીઓને લુંટતો હતો
એજન્સી)સાણંદ, સાણંદના ચાંગોદરમાં લાયસન્સ કે ડીગ્રી વગર જ દવાખાનું ખોલીને દર્દીઓને લુંટતા બોગસ ડોકટરોને એસઓજીની ઝડપીને તેની ધરપકડ કરી છે. પોલીસે ઘોડા ડોકટરની કિલનીકમાંથી એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદના ચાંગોદરમાં તાજપુર જવાના માર્ગ પર બિસ્વજીત ગોપાલચંદ્ર ઘોષ ડોકટરની ડીગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને દવખાનું ચલાવતો હોવાની બાતમી મળતા એસ.ઓ.જી. પી.આઈ. ડી.વી.ચિત્રાની ટીમે દીવ્યાધામ કોમ્પ્લેક્ષની દુકાન નંબર-પ ની કિલનીકની દુકાન નંબર પ દરોડા પાડયો હતો.
પોલીસે બિસ્વજીત ઘોષ પાસેથી તબીબી પ્રેકટીસ કરવા તેમજ એલોપેથીક દવાઓ રાખવા બાબતે માન્ય ડીગ્રી તેમજ લાયસન્સની માગણી કરતા આરોપી કોઈ પણ દસ્તાવેજાે આપી શકયો ન હતો.
પોલીસે આરોપીને પુછતાછ કરતાં તે મુળ પશ્ચિમ બંગાળનો હોવાનો તેમજ હાલમાં મોરૈયા ગામમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેમજ આરોપી ધોરણ ૧ર સુધી જ ભણેલો હોવાનું તેમજ પોતાને એલોપેથીક દવાઓ તેમજ સારવાર કરતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેની કિલનીકમાંથી ૪પ હજારની કિમતની ર૯ જાતની એલોપેથીક દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. એસ.ઓ.જી ની ટીમે સનાથલ પી.એસ.સી.ના મેડીકલ ઓફીસર ડો.રણજીતસિંહ સગરને બોલાવીને તમામ એલોપેથીક દવાઓની ખરાઈ બાદ ડોકટર બોગસ હોવાનું ખુલતા તેની સામે મેડીકલ ઓફીસરે જ ચાંગોદર પોલીસમાં ફરીયાદ નોધાવતા પી.એસ.આઈ.સાદીક શેખે ડોકટર સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી હતી.