વડોદરામાં ડેન્ટલ કિલનીક ચલાવતો પરપ્રાંતીય બોગસ તબીબ ઝડપાયો
ડિગ્રી ન હોવા છતાં દર્દીઓનાં દાંતની સારવાર કરતો હતો
વડોદરા, વડોદરામાં વડસર બ્રીજ પાસે શીવ શકિત ડેન્ટલ કિલનીક ચલાવતો ડીગ્રી વગરનો નકલી ડોકટરને માંજલપુર પોલીસ ઝડપી પાડયો હતો.
ઉત્તર પ્રદેશનો અને હાલ શહેરના વાઘોડીયા વિસ્તારમાં આવેલ શ્યામલ સોસાયટીમાં રહેત સંતોષકુમાર સુરેશચંદ્ર છેલ્લા બે વર્ષથી વડસર ખાતે પેરેડાઈઝ કોમ્પલેક્ષમાં પોતાની પાસે કોઈ ડીગ્રી ન હોવા છતાં શિવશકિત ડેન્ટલ નામનું કિલનીક ખોલીને લોકોના દાંતોની ચકાસણી કરતો હતો અને રૂપિયા ૧૦૦માં દાંત પાડવા દાંતનો દુખાવવો પેઢામાં દુખાવા સહીતની સારવાર કરતો હતો.
બીજી બાજુ વડસર વિસ્તારમાં આવેલ કાંસા રેસીડેન્સીમાં રહેતા હીમાંશુ ગણાત્રા તેમની પત્નીીના દાંતની સારવાર માટે આ નકલી ડોકટર પાસે લઈ ગયો હતો. જયાં આ નકલી ડોકટર પર શંકા જતાં હતાં. માંજલપુર પોલીસને જાણ કરી હતી. જેથી માંજલપુર પોલીસ શીવ શકિત ડેન્ટલ કલીનીક પર પહોચી ગઈ હતી
અને તપાસ કરતા આ નકલી ડોકટર સંતોષકકુમાર પાસેથી કોઈ ડીગ્રી મળી ના આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. લોકોના સ્વાસ્થ્ય ચેડા કરતા આ નકલી ડોકટરની ધરપકડ કરી હતી. પોલીસે કલીનીકમાંથી ડેઈલી રજીસ્ટર બિલબુકો ફાઈલો અને દાંતની સારવારના સાધનો મળી કુુલ રૂપિયા ૧પ૯૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.