આધુનિક સારવારના યુગમાં ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીનું વરદાન – કાપા વગર કેન્સરની સારવાર
રાજકોટ: 12 વર્ષના એક બાળકને ડાબી જાંઘમાં 5-6 મહિનાથી અસહ્ય દુ:ખાવો થતો હતો અને તે પોતાના માતા- પિતા સાથે વોકહાર્ટ હોસ્પિટલ્સ- રાજકોટ (Dr. Vikas Jain- Wockhardt Hospitals) ખાતે સારવાર માટે આવ્યો હતો. આ બાળક હેલ્ધી અને માનસિક રીતે પણ મજબૂત જણાતો હતો. બાળકને રાત્રિના સમયે દુઃખાવો વધુ રહેતો હતો અને સૂવામાં પણ તકલીફ પડતી હતી. બાળકને રોજિંદી ક્રિયામાં પણ તકલીફ પડતી હતી.
બાળકના દાદા ડૉક્ટર હોવાને કારણે જ તેઓ અગાઉથી જ સીટી સ્કેન અને એમઆરઆઈ કરાઈ આવ્યા હતા. આ બાળકને વોકહાર્ટ હોસ્પિટલ્સ- રાજકોટ ખાતે ડૉ.વિકાશ જૈન (સીનિયર કન્સલ્ટન્ટ- ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીસ્ટ)ની સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો.
ડૉ.વિકાસ જૈન (સીનિયર કન્સલ્ટન્ટ- ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ)એ જણાવ્યું હતું કે, “બાળકના સીટી સ્કેન અને એમઆરઆઇમાં જોવામાં આવ્યું કે તેને ડાબા પગના જાંઘના હાડકા (FEMUR BONE)માં ઓસ્ટોઈડ ઓસ્ટીઓમા (Osteoid Osteoma) નામનું ટ્યુમર છે. અમે ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીમાં રેડિયો ફ્રિક્વન્સી એબ્લેશનની પદ્ધતિથી સારવાર કરવાનું નક્કી કર્યું અને તેનાથી 5-6 મિલીમીટરના હોલથી આ ગાંઠ સુધી પહોંચી ને એને બાળી નાખવામાં આવી. બાળકે 48-72 કલાકમાં દુ:ખાવામાં પૂર્ણ રાહત મેળવી અને રોજિંદા કાર્યોમાં પરત ફરી શક્યો.”
ઓસ્ટોઈડ ઓસ્ટીઓમા (Osteoid Osteoma) એ એક પ્રકાર નું હાડકાનું ટ્યુમર છે. આ મોટે ભાગે 10-20 વર્ષના લોકોમાં જોવા મળે છે. એમાં રાતના સમયે સુઈ ના શકાય એવો અસહ્ય દુઃખાવો થાય. આ ગાંઠથી જીવનો જોખમ અને શરીરમાં બીજે આ ગાંઠ નો ફેલાવો થતો નથી પરંતુ વ્યક્તિની રોજિંદી ક્રિયાઓ સાવ બંધ થઈ જાય. રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશનથી હાડકું કાઢ્યા વગર જ ટ્યુમરને બાળી નાખવા માં આવે.
રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન અને માઇક્રોવેવ એબ્લેશન જેવી આધુનિક ટેકનલોજી દ્વારા થાઇરોઇડ, લિવર, કિડની, હાડકું વગેરેના કેન્સર/ગાંઠની સચોટ સારવાર મોટું ઓપરેશન વગર થઈ શકે છે. સમયસર ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટનો સંપર્ક કરીને ગાંઠ વધે એ પેહલા તેને મૂળ માંથી નષ્ટ કરવાના પ્રયત્નો કરવા જોઈએ કે જેથી દર્દી ને રાહત મળી શકે.