ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) અમદાવાદ રેન્જ આઇ.જી.પી વી.ચંન્દ્રસેકર તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા જીલ્લામાં અસામાજીક બદીઓ નેસ્તનાબુદ કરવા અને પ્રોહિબિશન-જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી કાયદેસર કાર્યવાહી કરવાની આપેલ સુચના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારા ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.
એમ.જે.બારોટ ન્ઝ્રમ્ ટીમના હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ, ઋતુરાજસિંહ નાઓની બાતમી આધારે ગત તા.૦૬-૦૫-૨૦૨૩ ના રોજ રાત્રે માતર વિસ્તારના વારૂકાંસ ચોકડી ઉપરથી એક ઇંગ્લીશ દારૂ ભરેલ સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર કારચાલક રમેશકુમાર ભગીરથરામ ભીયારામ ખીચડ (બિશ્નોઇ) રહે.નારાયણપુરા ધાણી સેડીયા ગામ, પોસ્ટ ગુન્દાઉ તા.જી.સાચોર, રાજસ્થાન નાઓને કાર સાથે પકડી પાડી
દારૂ બીયરની નાની-મોટી બોટલો નંગ-૯૩૫ મળી કુલ રૂ.૫,૨૬,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.આ કેસમાં પકડાયેલ વાહનની ટેકલીકલી તપાસ કરતા વાહન ઉપર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવેલ હતી. આ બાબતે ફરીયાદમાં ખોટા દસ્તાવેજ બાબતે કલમો ઉમેરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી રમેશકુમાર ભગીરથરામ ભીયારામ ખીચડ રહે.નારાયણપુરા ધાણી સેડીયા ગામ, પોસ્ટ ગુન્દાઉ તા.જી.સાચોર નાઓને પુછપરછ દરમ્યાન (૧) ભવરલાલ વિરધારામ ગીરધારીરામ બિશ્નોઇ રહે.અરનાય તા.જી.સાંચોર (૨) ડાલુરામ જાેધારામ સીયાગ (જાટ) રહે. મીરપુરા જી.સાંચોર (૩) માંગીલાલ બિશ્નોઇ
રહે.કરડા તા.રાણીવાડા, જી.સાંચોર નાઓની ગુનામાં સંડોવણી જણાતા આ આરોપીઓને પકડવા એલ.સી.બી.ની ટીમો કામે લગાડેલ છે. આ પકડાયેલ વાહન ચોરીનું છે કે કેમ ? તે વિવિધ મુદા સબબ આરોપીના રીમાન્ડ મેળવવા એલ.સી.બી.કાર્યવાહી કરી રહેલ છે.