દારૂ સાથે વીડિયો બનાવનારો જમાલપુરનો બૂટલેગર ઝડપાયો
(એજન્સી)અમદાવાદ, હજુ બોટાદ ઝેરી દારુકાંડના પડઘા શાંત થયા નથી. પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જવબદાર લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. બીજી તરફ, દેશી કે વિદેશી દારુના દાનવને ડામવા માટે પોલીસ સક્રિય બની છે. ત્યારે તાજેતરમાં જમાલપુરમાં રહેતા બુટલેગરનો એક વિડીયો વાયરલ થયો હતો.
દારુ સાથે આ બુટલેગરે વિડીયો બનાવ્યો હતો. વિડીયો જાેતા એવું લાગતું હતું કે તેણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ત્યારે દારુ સાથે વિડીયો બનાવનારા બુટલેગરનો મોટો દાવ થઈ ગયો હતો. આ વિડીયો પોલીસ પાસે પહોંચ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી.
ત્યારે આ બુટલેગરને દારુ સાથે વિડીયો બનાવવો ભારે પડી ગયો હતો. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જમાલપુરમાં રહેતો બુટલેગર ઝેદ કુરેશી ઉર્ફે અત્તુને દારુ સાથે વિડીયો બનાવવો ભારે પડી ગયો છે. બુટલેગર ઝેદ કુરેશીએ તાજેતરમાં જ દારુની બોટલો સાથે એક વિડીયો બનાવ્યો હતો.
બાદમાં દારુ સાથેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો પોલીસ પાસે પણ પહોંચ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ સક્રિય થઈ હતી. આ વિડીયો જાેતા એવું લાગતું હતું કે બુટલેગર ઝેદ કુરેશી જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યો હોય.
ત્યારે ક્રાઈમ બ્રાંચે આ મામલે તપાસ હાથ ધરીને બુટલેગર ઝેદ કુરેશીને ઝડપી પાડ્યો હતો. એવી પણ વિગતો સામે આવી છે કે, જમાલપુરમાં રહેતા બુટગલેગર ઝેદ કુરેશીએ વિવિધ વિડીયોની રિલ્સ બનાવી હતી. આ બુટલેગરે દારુની બોટલ સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર વિડીયો બનાવ્યો હતો.
એટલું જ નહીં સરકાર તો આવા કાયદા બનાવે પણ તોડવાનું કામ મારું છે, આવું કહીને તેણે વિડીયો અને રિલ્સ બનાવ્યા હતા. જે બાદ આ વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ગાયકવાડ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાંચ પાસે પહોંચ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે આ વાયરલ વિડીયોને લઈને તપાસ હાથ ધરી હતી.