Western Times News

Gujarati News

500 થી 700 રૂપિયાની કિંમતે વેચાઈ રહી છે કેસર કેરીની પેટી

અમદાવાદમાં એક મહિના પહેલા કેરીના એક બોક્સનો ભાવ (૧૦ કિલો) ૧૨૦૦થી ૧૪૦૦ રૂપિયા હતો

અમદાવાદ,  અમદાવાદ અને ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે, કેરીના ભાવ છેલ્લા એક દશકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ગુજરાતીઓની સૌથી પ્રિય કેસર કેરીના ભાવમાં અણધાર્યો ઘટાડો થયો છે. સામાન્ય રીતે ૧૦ કિલોનો બોક્સનો ભાવ ૪૫૦થી ૭૦૦ રૂપિયાની વચ્ચે રહેતો હોય છે. A box of saffron mangoes is being sold at a price of 500 to 700 rupees

પરંતુ સ્થાનિક અખબાર અમદાવાદ મિરરના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં કેસર કેરીનું આ જ બોક્સ ૩૭૫ રૂપિયા જેટલા ઓછા ભાવમાં પણ મળી શકે છે. કેરીના ખેડૂતો, હોલસેલરો અને વેપારીનો મને આ અચાનક ઘટાડામાં હવામાને મોટો ભાગ ભજવ્યો છે.

અમદાવાદ હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને હોલસેલના વેપારી શ્યામ રોહરાએ જણાવ્યું હતું કે ‘ગીર સોમનાથ, કચ્છ અને અમદાવાદ સહિતના ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતા કેસર કેરીની ખેતી પર પ્રતિકૂળ અસર પડી છે’. રોહરાએ વધુમાં જણાવ્યું હતું કે ‘ફળ આવવામાં વિલંબ થતાં ફળોનો પુરવઠો આપવામાં પણ વિલંબ થયો હતો. ઉપરાંત વરસાદ પડતાં કેસર કેરી તાબડતોબ બજારમાં વેચવાની ખેડૂતોને ફરજ પડી છે’.

રોહરાએ મંગળવારે ૧૦ કિલોની કેસર કેરીના બોક્સને ૩૭૫ રૂપિયાની કિંમતે વેચીને ભાવ ઘટાડામાં ફાળો આપ્યો છે. અન્ય વેપારી પણ કેસરી કેરીનું બોક્સ ૫૦૦થી ૭૦૦ રૂપિયામાં વેચવાના ટ્રેન્ડમાં જાેડાયા છે. તાલાલા-ગીરના ખેડૂત અરવિંગ સહધે પ્રહલાદનગરમાં એએમસીના ખુલ્લા પાર્કિંગ વિસ્તારમાં જ્યાં કેસર મેન્ગો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે ત્યાં પોતાનો સ્ટોલ લગાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ‘આશરે ૩૦-૪૦ ટકા કેસર કેરીઓ હજુ પણ તાલાલામાં આંબા પર લટકી રહી છે’. સહધે ખુલાસો કર્યો હતો કે, કેસર… કમોસમી વરસાદ ખેડૂતોને કેસરના સ્ટોકને શક્ય એટલી ઝડપથી બજારમાં લઈ જવા દબાણ કરી રહ્યું છે. પરિણામરૂપે કેસરનો ભાવ છેલ્લા ૧૦ વર્ષની સરખામણીમાં ઘટ્યો છે અને હાલ પ્રતિ બોક્સ ૫૦૦થી ૭૦૦ રૂપિયાના ભાવે વેચાય રહ્યું છે.

એક મહિના પહેલા કેસર કેરીનો ૧૦ કિલોનો ભાવ ૧૨૦૦થી ૧૩૦૦ રૂપિયા હતો, જે કેરીની સીઝનની શરૂઆતમાં ગત વર્ષ કરતાં પણ ઓછો હોવાનું કહેવાતું હતું. રિપોર્ટ પ્રમાણે, તાલાલા વિસ્તારમાંથી કેસર કેરીના લગભગ ૭૦ હજાર જેટલા બોક્સ દરરોજ નીકળી રહ્યા છે, જેમાંથી આશરે ૨૦ હજાર બોક્સ અમદાવાદના કાલુપુર અને નરોડા નામના હોલસેલ ફ્રૂટ માર્કેટમાં જાય છે.

આ દરમિયાન કેરીના રસિકો એ વાતથી ખુશ છે કે કચ્છની કેસર, જે તેની અનોખી મીઠાશ માટે જાણીતી છે, તે અમદાવાદમાં ધીમે-ધીમે મળવા લાગી છે. ગુજરાતના મોટાભાગના લોકો ઉનાળામાં કેસર અને હાફૂસ કેરી ખાવાનું વધારે પસંદ કરે છે અને તેથી ખેડૂતો પણ તે જ ઉગાડે છે. જાે કે, છેલ્લા કેટલાક વર્ષથી ખેડૂતો પણ કેટલાક પ્રયોગો કરી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં રહેતા સુમીત શાહનવાઝની જ વાત કરીએ તો તેમણે પોતાના ખેતરમાં માત્ર કેસર અને હાફૂસ જ નહીં પરંતુ જાપાન, થાઈલેન્ડ, ઈઝરાયલ તેમજ અમેરિકામાં ઉગતી જાતોનું પણ સફળતાપૂર્વક વાવેતર કર્યું છે.

આ કેરીઓનો માત્ર રંગ કે આકાર જ નહીં પરંતુ સ્વાદ પણ અલગ છે. ખેડૂતના જણાવ્યા પ્રમાણે, વિદેશમાં થતી કેરીમાં સીસીએસનું (CCS ખાંડ) પ્રમાણ ઓછું હોય છે તેથી ડાયાબિટિસિના દર્દીઓ માટે સારું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.