China: દુલ્હન મહિના અગાઉથી જ રડવાની પ્રેક્ટિસ કરે છે
નવી દિલ્હી, આપણા દેશમાં જ્યારે કોઈ કન્યાના લગ્ન થાય છે, ત્યારે તેના માટે કેટલાય દિવસથી તૈયારીઓ શરુ થઈ જતી હોય છે. આ માહોલ ખુશીઓથી ભરેલો હોય છે અને અંતિમ દિવસે વિદાયવેળાએ સૌની આંખો નમ થઈ જાય છે.
જાે કે, હાલના સમયમાં એ જરુરી નથી કે, લગ્ન પ્રસંગ બાદ વિદાયમાં રોવાનું હોય છે, તેમ છતાં પણ લાગણી હોય છે કે, ખુદ છોકરી અને તેના પરિવારના લોકો રડવા લાગે છે.A bride practices crying months in advance
આજે અમે આપને એક એવી જ જગ્યા વિશે વાત જાણવા મળે છે કે, જ્યાં છોકરીઓને લગ્નમાં મારી મારીને રડવામાં આવે છે. પાડોશી દેશ ચીનમાં એક જનજાતિમાં એવી પરંપરા છે, તે છોકરીઓને પોતાના લગ્નમાં રોવું જ પડે છે.
માનવામાં આવે છે કે, દુલ્હન જાે પોતાના લગ્નમાં રડતી નથી, તો તેને અપશુકન કહેવાય છે. ત્યારે આવા સમયે છોકરીઓ મહિના પહેલાથી રડવાની પ્રેક્ટિસ કરવા લાગે છે.
જેથી અણીના સમયે તેને અને પરિવારને શરમજનક સ્થિતીમાં મુકાવું ન પડે. કેટલીય વાર છોકરીઓને રડાવવા માટે પરિવારના લોકો તેને ઉકસાવે છે. આપણા દેશમાં તો હવે દુલ્હન હસતા હસતા સાસરિયે પહોંચે છે. પણ ચીનના દક્ષિણી પશ્ચિમી પ્રાંત સિચુઆનમાં રહેતી તૂજિયા જનજાતિના લોકો અલગ સિસ્ટમથી ચાલે છે.
હજારો વર્ષોથી જનજાતિય લોકો અહીં વસે છે. જ્યાં છોકરીઓના લગ્ન થાય છે, તેમને રડવું પડે છે. કહેવાય છે કે, આ પરંપરાની શરુઆત ૪૭૫ ઈ.સ પૂર્વથી ૨૨૧ની વચ્ચે થઈ હતી અને ૧૭મી સદીમાં તે ચરમ પર હતી. જ્યારે આ રાજ્યની રાજકુમારીના લગ્ન થઈ રહ્યા હતા. તો તેની માતા પોક મુકીને રડી હતી. આ ઘટના બાદ આ પરંપરાની શરુઆત થઈ ગઈ.
જાે કોઈ દુલ્હન વિદાય દરમિયાન રડતી નથી, આ જાતિના લોકો તેને અપશુકન માને છે અને ગામમાં તેની મજાક ઉડે છે. દક્ષિણી પશ્ચિમી પ્રાંતમાં એક ઝુઓ ટાંગ નામની પરંપરાનું પાલન કરવામાં આવે છે.
આ પરંપરા મુજબ લગ્નના મહિના પહેલાથી દુલ્હન રોજ એક કલાક માટે રડવું પડે છે. ૧૦ દિવસ બાદ આ પ્રક્રિયામાં તેમની માતા પણ તેનો સાથ આપતી નથી અને ધીમે ધીમે બાકીની મહિલા અને સંબંધીઓ પણ જાેડાય છે. એટલુ જ નહીં લગ્ન દરમિયાન ક્રાઈંગ મેરેઝ નામનું એક ગતી પણ વગાડવામાં આવે છે.SS1MS