Western Times News

Gujarati News

ગાય સાથે બાઈક અથડાતા ભાઈનું મોત થઈ ગયું

ખેડા, ગુજરાત હાઈકોર્ટે રસ્તા પર રખડતા ઢોરને દૂર કરવાના આદેશ આપ્યા છે, કારણ કે વાહનચાલકો ઢોરની અડફેટે ચઢવાથી અકસ્માતના કિસ્સા વધી રહ્યા છે. જાેકે, ખેડામાં રોડ પર દોડીને આવેલી ગાય સાથે સર્જાયેલા બાઈકના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. પરંતુ આ અકસ્માત માટે બાઈક ચલાવી રહેલા વ્યક્તિએ ઢોરને નહીં પરંતુ પોતાને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યા છે.

આ અકસ્માતમાં બાઈક પર પાછળ સવાર વ્યક્તિનું મોત થઈ ગયું છે. ૨૩ વર્ષના રાહુલ વણઝારાએ ખેડા ટાઉન પોલીસમાં શનિવારે પોતાની જ સામે ફરિયાદ નોંધાવી છે. રાહુલ પોતાના ૩૭ વર્ષના પિતરાઈ ભાઈ હસમુખ વણજારાને લઈને જઈ રહ્યો હતો.

બન્ને જણા ખેડાના વણઝારાવાસથી જઈ રહ્યા હતા. ફરિયાદ મુજબ તેઓ શનિવારે બપોરે ખેડામાં આવેલા પોતાના કામના સ્થળ પારા દરવાજા જઈ રહ્યા હતા. રાહુલ બાઈક ચલાવી રહ્યો હતો અને બન્ને બજારમાં પહોંચ્યા પછી ચા પીવા માટે ઉભા રહ્યા હતા.

રાહુલે ફરિયાદમાં જણાવ્યું છે કે, “હું બેદરકારી પૂર્વક ગતિમાં બાઈક ચલાવી રહ્યો હતો. એક વળાંક પર ગાય અચાનક મારી સામે દોડતી આવી હતી. ગાયને બચાવવાના પ્રયાસમાં મેં વાહન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. હું રસ્તા પરથી બાજુમાં ઝાડીઓમાં પડ્યો હતો અને મને વાગ્યું હતું.

મારો ભાઈ રસ્તા પર જ પડી ગયો હતો અને તેને માથામાં ઈજા થઈ હતી.” વધુમાં રાહુલે જણાવ્યું કે “હસમુખ થોડા સમય માટે ઉભો થયો હતો અને પછી પાછો પડી ગયો હતો, તેને ગંભીર ઈજાઓ થઈ હતી. મેં ૧૦૮ એમ્બ્યુલસન્સ સેવાને ફોન કર્યો અને ઘટના સ્થળ પર પહોંચેલી ટીમે હસમુખને મૃત જાહેર કર્યો હતો. આમાં ગાયને જવાબદાર કઈ રીતે ગણી શકાય.

આ મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા બનાવના સ્થળની તપાસ કર્યા બાદ મેડિકો-લીગલ કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલે જણાવ્યું કે, મેં પોલીસને જણાવ્યું કે બાઈક અથડાયા પછી ગાય ત્યાંથી ભાગી ગઈ હતી. પશુના માલિકની ભૂલ છે કે આ રીતે તેમને રખડતા છોડી દેવાય છે.

પરંતુ કાયદાકીય રીતે કઈ રીતે ઢોરને કે ઢોરના માલિકને જવાબદાર ઠેરવી શકાય?” રાહુલએ કહ્યું કે, હું વાહન ચલાવી રહ્યો હતો, માટે મારી બેદરકારી હતી જેના કારણે મારા પિતરાઈ ભાનું મોત થઈ ગયું. માટે મે પોતાની સામે જ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે મૃતકને એકમાત્ર પ્રત્યક્ષદર્શી ગણાવીને રાહુલ સામે બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરવાથી હસમુખનું મોત થયું હોવાનો ગુનો નોંધ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.