Western Times News

Gujarati News

સિંધુભવન રોડ પર બુલેટચાલકે ટ્રાફીક પોલીસનો પટ્ટો ઉતારી દેવાની ધમકી આપી

(એજન્સી)અમદાવાદ, સિંધુભવન રોડ પર મંગળવારે રાત્રે ફેન્સી નંબર પ્લેટ હોવાથી પોલીસે બુલેટ ચાલકને રોકીને દંડ ભરવાનું કહયું હતું કે, પરંતુ દંડ ભરવાની જગ્યાએ ચાલકે તેના સંબંધીને ત્યાં બોલાવીને પોલીસકર્મીઓ સાથે ઝઘડો કર્યો હતો. પોલીસે દંડ ભરવા સમજાવવા છતાં એક મહીલા સહીત ત્રણ શખ્સોએ પોલીસને પટ્ટો ટોપી ઉતરાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગે પોલીસે સરખેજમાં એક મહીલા સહીત ત્રણ શખ્સો સામે ફરીયાદ નોધાવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. દિવાળીના દિવસે સિંધુભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડીને લોકોના જીવ જાેખમમાં મુકતા સ્ટંટ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ઝોન ૭ ડીસીપી દ્વારા સિંધુભવન રોડ પર વ્હીકલથી સ્ટેટ કરતા તેમજ ફેન્સી નંબર પ્લેટવાળી કરવાડ્રાઈવ શરૂ કરી છે. જેના પગલે મહીલા પોલીસકર્મી શોભનાબેન તેમની ટીમ સાથે વાહનચેકીગ ગઈકાલે રાત્રે કરી રહયા હતા. ત્યારે ઘાટલોડીયામાં રહેતા અંશ સુરેશ ટોળીયા ફેન્સી નંબર પ્લેટવાળી બુલેટ લઈને ત્યાંથી પસાર થતો હતો.

જેથી પોલીસે બુલેટચાલકને ઉભો રાખીને ફેન્સી નંબરપ્લેટ હોવાથી દંડ ભરવા કહયું હતું. આથી ચાલકે દંડ નહી ભરું થાય તે કરી લો તેમ કહીને ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન બુલેટચાલકનું ઉપરાણુ લઈને તેના મામી મોના મજમુદાર અને વિશાલ ભરવાડ ‘તમે બધા હપતા ઉઘરાવી છો.’ તેમ કહીને બિભત્સ વર્તન કર્યું હતું. આથી ત્રણેયની અટકાયત કરીને સરખેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.