Western Times News

Gujarati News

સુરતમાં બસ સ્ટોપ પર ઊભેલી બસમાં આગ લાગી

સુરત, સુરત શહેરમાં સિટી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. બનાવ સુરતના સરથાણા વિસ્તારનો છે. બસ જ્યારે સ્ટોપ પર ઊભી હતી ત્યારે તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ બસ સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયરનો સ્ટાફ દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્ય હતો. આગને કારણે જાનહાનીના કોઈ સમાચાર નથી.

આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બસોમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે. રાજ્યમાં આ મોસમમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે.

જ્યારે થોડા દિવસથી વરસાદે થોડી રાહત આપી છે. હજુ પણ ભારે વરસાદની આગાહીને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ૬ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે ઉકાઇ ડેમમાં પણ પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક થઇ રહી છે. હાલ ઉકાઇ ડેમમાં ૧.૨૮ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે.

આ સાથે ડેમના ૧૩ દરવાજા ૧૦ ફુટ સુધી ખોલી ૧,૯૯,૩૦૭ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઇ રહ્યું છે. જેના કારણે તાપી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને કાંઠા વિસ્તારનાં ગામડાંઓમાં પાણી ફરી વળ્યા છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર અંબાજી સુધી હાલ રોપવે સેવા ચાલી રહી છે. તાજેતરમાં જ સરકારે જીએસટીના દરોમાં ફેરફાર કર્યો છે. નવા ફેરફાર ૧૮મી જુલાઈથી અમલમાં આવ્યા છે.

પહેલી રોપવેની ટિકિટ પર ૧૮ ટકા જીએસટી લાગતો હતો, હવે તેના પર પાંચ ટકા જીએસટી લાગશે. એટલે કે લોકોને એક ટિકિટ પર સીધો ૧૨ ટકાન ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ૨૪ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ઇ-લોકાર્પણ બાદ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોપવે મારફતે અંબાજી મંદિર જઈને પૂજા કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.