ઉત્તરાખંડમાં જાનૈયાઓથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી, ૨૫ લોકોના મોત

પૌડી, ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પૌડી જિલ્લામાં લગ્ન પ્રસંગ માટે ૪૦થી વધુ લોકોને લઇને જઇ રહેલી બસ ખાઇમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં ૨૫ના કરૂણ મોત નિપજ્યા છે.
જાનૈયાઓને લઇને જઇ રહેલી બસે અચાનક કાબુ ગુમાવી દીધો હતો. બસ હરિદ્વાર જિલ્લાના લાલઢાંગથી પૌડીના બીરોંખાલ ગામ તરફ જઇ રહી હતી. એવા દાવા થઇ રહ્યા છે કે ખાઇ આશરે ૫૦૦ મીટર ઉંડી હોઇ શકે છે. એસડીઆરએફની ટીમને પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે રવાના કરવામાં આવી છે. આ ઘટના આશરે આઠ વાગ્યે ઘટી હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે રેસ્ક્યૂ ઓપરેશન માટે ટીમોને રવાના કરી દેવામાં આવી છે. પ્રાર્થના કરીએ કે બધા જ લોકો સુરક્ષીત હોય અને કોઇ જાનહાની ના થઇ હોય. સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ પીડિતોને મદદ પુરી પાડવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અકસ્માતમાં ૨૫ના મોત થયા છે.HS1MS