Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરમાં ચાલતી બસ આગના ગોળામાં ફેરવાઇ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર વિસ્તારમાં એસટી બસમાં આગની ઘટના સામે આવી છે. આજે સવારે અચાનક જ એસટી બસમાં આગ ફાટી નીકળતાં મુસાફરોનો જીવ તાળવે ચોંડ્યા હતા. આ બસમાં ૧૫થી વધુ મુસાફરો સવાર હતા, આગની ઘટનાને પગલે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા.

બસમાં સવાર લોકોએ પોતાના જીવ બચાવવા માટે દોડ મૂકી હતી અને જેમ-તેમ રીતે બસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં બસ બળીને ખાખ થઇ ગઇ હોવાના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. જાેકે, આગની ઘટનામાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સવારે સુરેન્દ્રનગર લીંબડી એસટી ડેપોની રુટ પ્રમાણે મુસાફરો સાથે રવાના થઇ હતી.

આ દરમિયાન બસ નાની કઠેચી નજીક પહોંચી ત્યારે અચાનક જ બસમાં આગ હતી. ડ્રાઇવર અને મુસાફરો કંઇ સમજે તે પહેલા જ આગે વિકારળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર, બસમાં આગ લાગી તે સમયે ૧૫થી વધુ મુસાફરો સવાર હતા.

અચાનક જ આગ લાગતાં બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાેકે, તમામ મુસાફરોએ સતર્કતા દાખવી સુરક્ષિત રીતે બસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જેને લીધે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

બીજી બાજુ, આગ વધુ ભીષણ બનતાં બસ બળીને ખાખ થઇ ગઇ છે. જેના પગલે સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. જ્યારે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.

જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી કવાયત હાથ ધરી હતી. જાેકે, ફાયરની ટીમ પહોંચે તે પહેલા આગ વધુ ભીષણ બની હતી અને આખી બસ તેની ઝપેટમાં આવી ગઇ હતી. હાલ ફાયરની ટીમે આગ બુજાવવાની કામગીરી હાથ ધરી છે. સાથે જ આગનું કારણ જાણવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.