ઓનલાઈન ધંધામાં વધુ નફાની લાલચમાં વેપારીએ 30 લાખ ગુમાવ્યા
મોરબીમાં વેપારી સાથે રૂા.ર૯.પ૮ લાખની ઠગાઈ
મોરબી, મોરબીના બોની પાર્કમાં રહેતા સાગર પ્રાણજીવનભાઈ ભાડજા નામના વેપારીએ શ્રીમતિ અગ્રવાલ, શર્મા એન્ટરપ્રાઈઝ અને બિશ્વજીત રોય સહિતનાએ ઓનલાઈન ધંધો કરી વધુ નફો કમાવવાની લાલચ આપી રૂા.ર૯.પ૮ લાખની ઠગાઈ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે પોલીસેેે હાથ ધરેલી તપાસમાં ફરીયાદી સાગર ભાડજાના ર૦રરમાં તેના ઈ-મેેઈલ પર ડોક્ટર ઈયાન ડોનાલ્ડ નામની વ્યક્તિનો મેઈલ આવ્યો હતો. અને તેણે ઓઝોમેડીક ફાર્મા કંપની (યુ.કે.) માં પ્રોડક્શન મેનેજર તરીકે બઢતી મળી છે અને ડોક્ટર ઈવાન શ્રીમતિ અગ્રવાલ નામની ચંદીગઢની પેસિફિકસાઈન ન્યુટલ નટ્સ નામની કંપની સાથે ધંધો કરતા હતા.
આ કંપની પશુઓની દવાઓ બનાવતી હતી. તેની ખરીદી ડોકટર ઈવાન કરતા હતા. પરંતુ હવેેેે આ નટ્સની ખરીદી કરી શકે નહીં તેથી આ કંપની પાસેથી નટ્સની ખરીદી કરવા માટે સાગર ભાડજાને જણાવ્યુ હતુ. અને તેના બદલામાં આ નટસ જાે સાગર ભાડજા ડોક્ટર ઈવાનનની કંપનીને વેચાણ કરે તો તેને ૭૦ ટકા નાણાં આપવાની ઓફર કરી હતી.
આથી સાગર ભાડજાએ ચંદીગઢ ખાતે આવેલી શ્રીમતિ અગ્રવાલની શર્મા એન્ટરપ્રાઈઝસાથે ધંધાકીય વ્યવહાર કરવા માટેે રૂા.ર૯.પ૯ લાખની રકમ મોકલી હતી. અને બાદમાં કોઈ પ્રત્યુત્તર નહીં મળતા કે નાણાં પરત નહીં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.