બાઇક પાછળ બેઠેલા વેપારીને આવ્યો હાર્ટ એટેક
આ વ્યક્તિ ત્રણ દિવસ પહેલા જ સુરત આવ્યો હતો રાજસ્થાનનો વેપારી છે જે સુરતથી કાપડ લઇને વેચતો હતો
સુરત, રાજ્યમાં થોડા થોડા દિવસે અચાનક હાર્ટ એટેકને કારણે યુવાનોના મોત નીપજી રહ્યા છે. ત્યારે સુરતમાંથી પણ આવી ઘટના સામે આવી રહી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા ૪૨ વર્ષના કાનજીસિંહ રાજપુત નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ વ્યક્તિ ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત આવ્યો હતો.
આ વ્યક્તિ રાજસ્થાનનો વેપારી છે જે સુરતથી કાપડ લઇને વેચતો હતો. આ દુર્ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રાજસ્થાનનો વેપારી કાનજીસિંહ રાજપુરત ત્રણેક દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. તે સુરતમાંથી કાપડની ખરીદી કરીને રાજસ્થાનમાં વેચતો હતો. આ કાનજીસિંહ બાઇક પર પાછળ બેઠો હતો. આ દરમિયાન જ છાતીમાં દુખાવો થયો હતો અને હાર્ટએટેક આવ્યો હતો. જાેકે, આ દુર્ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમમાં લઇ જવાયો છે. પોસ્ટમોર્ટનો રિપોર્ટ આવ્યા બાદ જ આ વેપારીના મોતનું સાચું કારણ જાણી શકાશે.
અડાજણ વિસ્તારમાંથી પણ અચાનક મોતનો કિસ્સો સામે આવ્યો છે. જેમા અડાજણ વિસ્તારમાં રહેતા આઈસ્ક્રીમના આધેડ વેપારીનુ મોત નિપજ્યું છે. આધેડ ફોન પર વાત કરી રહ્યા હતા. જે બાદ સોફા પર ઢળી પડતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી દીધા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
આધેડ ઘરમાં આવ્યા તે પહેલા સોસાયટીમાં કોઈક સાથે વિવાદમાં તેમને ધક્કો મારતા તેઓ પટકાયા હોવાથી તેના કારણે તેમનું મોત નિપજ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.
સુરતના કોસાડ ગામમાં ગયા સપ્તાહમાં જ આવી દુર્ઘટના સામે આવી હતી. દેમા નવજાત બાળકની છઠ્ઠીનો પ્રસંગ ચાલી રહ્યો હતો. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરિવાર અને પિતા આ ખુશીને બમણી કરવા માટે ખુશીથી છલકાઇને મસ્તીમાં નાચી રહ્યા હતા.
આ દરમિયાન પિતા કરણ ઠાકુર નાચતાં નાચતાં અસ્વસ્થ થઇને બેભાઇ થઇ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી. પરંતુ થોડા જ સમયમાં હાજર તબીબે તેમને મૃત જાહેર કરી દીધા હતા.