ફોન કરીને ગઠિયાએ વેપારીના રૂપિયા ૨.૨૨ લાખ સેરવી લીધા

અમદાવાદ, વાસણામાં રહેતા યુવકને બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીના નામે ગઠિયાએ ફોન કર્યાે હતો. આ શખ્સે બેન્ક એકાઉન્ટનું કેવાયસી અપડેટ કરવા વોટ્સએપમાં લીંક મોકલીને આધાર કાર્ડ અને એટીએમ કાર્ડનો નંબર મેળવી લીધો હતો.
બાદમાં યુવકના ખાતામાંથી ૨.૨૨ લાખ મેળવી લીધા હતા. યુવક સાથે સાયબર ળોડ થતાં તેણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાસણામાં રહેતા અજય ભરવાડ દૂધનો વેપાર કરે છે. થોડા દિવસો પહેલા તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકેની આપી હતી.
આ વ્યક્તિએ બેન્ક એકાઉન્ટનું કેવાયસી અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બ્લોક થઇ જશે તેમ કહીને ડરાવ્યા હતા. અજયભાઇએ કેવાયસી અપડેટની પ્રોસેસ કરવાનું કહેતા શખ્સે લીંક મોકલી હતી. તે લીંકમાં આધાર કાર્ડ નંબર અને એટીએમ કાર્ડનો પીન નંબર માગીને ગઠિયાએ કેવાયસી અપડેટ થયાનું કહીને ફોન મૂકી દીધો હતો.
થોડા સમય બાદ અજયભાઇને તેમના બેન્ક એકાઉન્ટમાંથી કુલ ૨.૨૨ લાખના ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા હતા. તેથી પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં તેમણે આ મામલે ફરિયાદ નોંધાવતા વાસણા પોલીસે તપાસ શરૂ કરી છે.SS1MS