Western Times News

Gujarati News

વાવ વિધાનસભા બેઠક ઉપર હવે પેટાચૂંટણી યોજાશે

વાવ, ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને પાંચ પેટા ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયું છે. જેમાં કોંગ્રેસને ૨૬માંથી માત્ર ૧ જ બેઠક મળી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં ૬૨ વર્ષે બનાસકાંઠામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે.

ગેનીબેન ઠાકોરનો વિજય થતાં ખાલી પડેલી વાવ વિધાનસભા પર પેટા ચૂંટણી યોજવી પડશે. બનાસકાંઠામાં સિટિંગ ધારાસભ્ય સાંસદ બનતાં વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી છે.

વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેઓ પ્રથમ વખત ૨૦૧૯માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા પાંખના ભાગ એવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.