પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ૭ વર્ષના બાળકને અડફેટે લીધો
રાજકોટ, આજે શહેરમાં અકસ્તામની બે જબરદસ્ત ઘટના સામે આવી છે. શહેરના કાલાવડ રોડ ઉપર વહેલી સવારે પંજાબ દા ઢાબાની સામે લોખંડ ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે બીજી ઘટના રાજકોટ શહેરના હરિહર ચોક નજીક બની હતી. જે ઘટનામાં સાત વર્ષના મુસ્લિમ બાળકને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા યુવરાજભાઈ અશોકભાઈ ગોવાળિયા વિરુદ્ધ ગુનો નોંધવા સહિતની પ્રક્રિયા આરંભી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના હરિહર ચોક નજીક કારચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. માતેલા સાંઢની જેમ એન્ડેવર કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
સીસીટીવીમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે, કારની સ્પીડ ખૂબ જ તીવ્ર હતી. હાઇવે પર બેફામ ગાડી હાંકી રહ્યા હોય તેમ એન્ડેવર કારનો ચાલક રાજકોટના સાંકડા રસ્તાઓ પર કાર દોડાવી રહ્યો હતો. બિલખાનો રહેવાસી યુવરાજભાઈ અશોકભાઈ ગોવાળિયા નામનો વ્યક્તિ પૂરપાટ ઝડપે એન્ડઓવર કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
જે સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે તેમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે એક સાત વર્ષના બાળકને પણ અડફેટે લીધો હતો. જાેકે, સદનસીબે કાર બાળકને બિલકુલ સામાન્ય અડીને નીકળી જાય છે. જાેકે, બાળક નીચે પટકાય છે અને પછી ઊભો થતો પણ સીસીટીવીમાં જાેઇ શકાય છે.
કારે અડફેટે લેતાં બાળકને સામાન્ય ઇજા પહોંચી છે. એક નાનું બાળક નવાબ સમીરભાઈ બલોચ હોવાનું સામે આવ્યું છે. તે બાળકને ખબર પણ નહોતી કે કાર પાછળથી આવી રહી છે અને આ પૂરપાટ આવી રહેલી કારે બાળકને ટક્કર મારી હતી. સીસીટીવીમાં જાેઇ શકાય છે કે, બાળખની બાજુમાં એક ચા વેચનાર વ્યક્તિ હોય છે. જેના હાથમાં ચાનું થર્મોસ પણ જાેવા મળી રહ્યું છે. જે બાળકને તરત ઊભો કરે છે. બાળકને અડફેટે લીધા બાદ કાર આગળ જઇને બિલ્ડિંગમાં ધડાકાભેર ભટકાઇ હતી.SS1MS