Western Times News

Gujarati News

નહેરુનગરમાં એક કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકીને કચડી

આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની જ બાળકીનું મોત થયું

(એજન્સી)અમદાવાદ, અમદવાદમાં ફરી એક વાર વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલી કલાનિકેતન સોસાયટીમાં કાર ચાલકે નાના બાળકને કચડી હોવાની ઘટના બની છે.

કાર ચાલક પોતાની કારને ખસેડતો હતો ત્યારે વોચમેનનું બાળક ગાડી પાસે આવ્યું જોકે કાર ચાલકને આ વાતનું ધ્યાન ન રહેતા ગાડી ચલાવી દેતા આ ઘટના બની છે. જેમાં બાળક કાર નીચે કચડાયું અને બાળકનું મોત થયું છે.

અમદાવાદમાં માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નહેરુનગરમાં કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકીને કચડી હોવાની ઘટના બની છે. નહેરુનગરની કલાનિકેતન સોસાયટીમાં આ ઘટના ઘટી છે. મહત્વનું છે કે આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની જ બાળકીનું મોત થયું છે. પાર્કિંગમાં રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારી કચડી નાખી.

આ સમગ્ર ઘટનામાં અકસ્માતના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે આ ઘટના પાછળ કોની ભૂલ છે. તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. ઘણી વાર આવા કિસ્સાઓ રાજ્યમાં સામે આવતા રહે છે. જેમાં ગરીબ પરિવારના બાળકો આવી ઘટનાનો ભોગ બનતા હોય છે.

માતા પિતા કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યા હોય છે અને બાળક રમી રહ્યા હોય છે. જે બાળક આવા બેફામ કાર ચાલકોની અડફેટે આવે છે. અમદાવાદમાં બનેલી આ ઘટનામાં બિÂલ્ડંગના સિક્યુરિટી ગાર્ડના જ બાળકનું મોત થયું છે.

નેપાળી પરિવાર જે અમદાવાદ ખાતે રહેતો હતો. નેહરુનગર ખાતે સિક્યુરિટી ગાર્ડમાં ફરજ બજાવતા આ પરિવારની બાળકી ભાખોડિયા ભેર રસ્તા પર આવી ગઈ હતી. જે બાદ આ દુર્ઘટના બની હતી. જોકે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.