ભરૂચમાં રાત્રીના સમયે એકાએક કાર સળગી ઉઠી
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેરના અતિવ્યસ્ત ગણાતા સહિત સર્કલ વિસ્તાર રવિવારની રાતે અચાનક કાર ભડભડ સળગી ઉઠી હતી.ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી અને થોડા સમય માટે જુના નેશનલ હાઈવેનો આ માર્ગ વાહન વ્યવહાર માટે થંભી ગયો હતો.જાેકે ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.
સદ્દનસીબે કોઈપણ જાનહાનિ થવા પામી ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારની રાત્રિના સુમારે શિતલ સર્કલ વિસ્તારથી છમ્ઝ્ર ચોકડી તરફ જઈ રહેલી કારના બોનેટમાં અચાનક ધૂમાડાં નજરે પડતાં કારનો ચાલક તાત્કાલિક બહાર નીકળી ગયો હતો.
જાેકે ગણતરીના સમયમાં કાર એકાએક સળગી ઉઠી હતી.કારનો ચાલક સમય સૂચકતા વાપરી કાર માંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.આ દરમ્યાન કાર અગનગોળામાં પરિવર્તિત થતા સુરત – અમદાવાદને જાેડતા વ્યસ્ત માર્ગ ઉપર બનેલી ઘટનાના કારણે વાહન વ્યવહાર થોડા સમય માટે ઠપ્પ થયો હતો.
આગની ઘટનાની જાણ ભરૂચ નગર પાલિકાને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સળગતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.
સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે જાણવા જાેગ નોંધ કરાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.