7.32 કરોડના હીરા લઇ પેમેન્ટ નહીં કરનાર દલાલ સામે ગુનો દાખલ
સુરત, સુરતના મહિધરપુરા હીરાબજારના વેપારી સહિત ૧૦ વેપારી પાસેથી રૂા.૭.૩૨ કરોડના હીરા વેચાણ માટે લઇ જઈ અઠવાલાઈન્સ ખાતે રહેતા મૂળ વાવના દલાલે પેમેન્ટ નહીં કરતા મહિધરપુરા પોલીસે અરજીના આધારે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. A case has been filed against the broker who did not pay for diamonds worth 7.32 crores
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી લાટીના ચાંવડ ગામના વતની અને સુરતમાં નાના વરાછા યોગીચોક હંસવિહાર સોસાયટી ઘર નં.૧૩૩માં રહેતા ૩૨ વર્ષીય ઉમેશભાઈ મધુભાઈ કયાડા મહિધરપુરા હીરા બજાર દાલગીયા મહોલ્લો રાજરત્ન બિલ્ડીંગ સ્થિત ઓફિસ નં.૧૦૨માં હીરાનો વેપાર કરે છે.
છેલ્લા ત્રણ વર્ષથી સાથે કામ કરતા વેપાર કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી સાથે કામ કરતા દલાલ આકાશ પ્રફુલભાઈ શાહ (રહે.૨૦૧, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, ઇન્ડોર સ્ટેડીયમની બાજુમાં, અઠવાલાઈન્સ, સુરત, મૂળ. રહે.શેઠવાસ, વાવ, બનાસકાંઠા)એ ગત ૨૦ માર્ચે તેમની ઓફિસે આવી જ્વેલરીના વેપારીને વધુ હીરા જાેઈએ છે
તેમ કહી રૂ.૬.૦૪ લાખના હીરા વેચવા લઈ ગયો હતો. ત્યારબાદ ૬ એપ્રિલે ફરી તે આવ્યો હતો અને રૂ.૬૫,૭૯,૬૮૧ના હીરા વેચવા લઇ ગયો હતો. પેમેન્ટના વાયદા મુજબ ઉમેશભાઈએ ફોન કર્યાે તો આકાશે વાત ચાલુ છે ધંધો થયા બાદ ચુકવણું કરી આપીશ કહી દિવસો પસાર કર્યા હતા.
આમ બે મહિના થઈ જતા ઉમેશભાઈએ માર્કેટમાં તપાસ કરી તો આકાશે તેમની જેમ બીજા નવ હીરા વેપારીઓ પાસેથી પણ રૂ.૬,૫૯,૪૧,૨૦૪ના હીરા વેચાણ માટે લઈ જઈ પેમેન્ટ નહીં કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. કુલ ૧૦ વેપારી સાથે રૂ.૭,૩૧,૩૨,૮૮૫ના હીર લઈ જઈ પેમેન્ટ નહીં કરનાર આકાશ શાહ વિરુદ્ધ ઉમેશભાઈએ કરેલી અરજીના આધારે મહિધરપુરા પોલીસે આજરોજ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.